ગુજરાત

બકરી ઈદને લઈને પોલીસ એલર્ટ: DGPએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

Bakri Eid 2026: આગામી બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) ના તહેવારને અનુલક્ષીને રાજ્યમાં શાંતિ, સલામતી અને કોમી એકતા જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મહત્વની બેઠકમાં રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને તમામ જિલ્લા પોલીસ વડાઓ (SP) ઓનલાઈન જોડાયા હતા.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રાખવા સમીક્ષા

બેઠક દરમિયાન ડીજીપીએ તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રાખવા અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે તમામ અધિકારીઓને જિલ્લા સ્તરે આગોતરા પગલાં લેવા અને ખાસ કરીને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી, જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અફવાઓ પર ચુસ્ત દેખરેખ રાખવા તાકીદ

આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વહેતી થતી ભડકાઉ પોસ્ટ અને અફવાઓ પર સાયબર સેલ દ્વારા ચુસ્ત દેખરેખ રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. તહેવારના દિવસોમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક નિયમન અને ઈમરજન્સી સેવાઓની સજ્જતા સુનિશ્ચિત કરવા પણ વહીવટી તંત્રને આદેશ અપાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: પ્લેન ક્રેશમાં નુકસાન પામેલી હોસ્ટેલના સ્થાને ₹105 કરોડના ખર્ચે બનશે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ

Back to top button