ટ્રેન્ડિંગમનોરંજન

બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રીલીઝ, દર્શકો થયા વધુ એક્સાઈટેડ

  • ટ્રેલર અનુસાર, ‘બડે મિયાં’ અક્ષય કુમાર અને ‘છોટે મિયાં’ ટાઈગર શ્રોફ ભારતને ‘માસ્ક મેન’થી બચાવવાના મિશન પર નીકળી પડે છે. પૃથ્વીરાજ સુકુમારન એક્શન થ્રિલરમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવશે.

26 માર્ચ, મુંબઈઃ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું ટ્રેલર આખરે રીલીઝ થઈ ગયું છે. બંને સ્ટાર્સ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન કરીને દર્શકોને એક્સાઈટમેન્ટમાં લાવી રહ્યા હતા. ક્યારેક ફિલ્મના બીટીએસ તો ક્યારેક ફિલ્મના ગીતોએ લોકોમાં ઉત્તેજના વધારી હતી. ફિલ્મનું ટીઝર જોયા બાદ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે ટ્રેલર જોયા પછી દર્શકોનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. ટ્રેલર અનુસાર, ‘બડે મિયાં’ અક્ષય કુમાર અને ‘છોટે મિયાં’ ટાઈગર શ્રોફ ભારતને ‘માસ્ક મેન’થી બચાવવાના મિશન પર નીકળી પડે છે. પૃથ્વીરાજ સુકુમારન એક્શન થ્રિલરમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવશે. ટ્રેલરમાં ઘણા હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ અને કમાલની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ દર્શાવાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ટ્રેલરમાં આવા પાત્રો જોવા મળ્યા

ટ્રેલરમાં રોનિત રોયને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના કમાન્ડિંગ ચીફ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે દુશ્મનને હરાવવા માટે તેમના શ્રેષ્ઠ અધિકારીઓ અક્ષય અને ટાઈગરની નિમણૂંક કરે છે. આ સિવાય ટ્રેલરમાં અલાયા એફની પણ ભૂમિકા છે. માનુષી આ મિશનમાં અક્ષય અને ટાઈગરને સપોર્ટ કરવા જઈ રહી છે. આ સિવાય સોનાક્ષી સિન્હાને રોબોટ તરીકે દર્શાવવામાં આવી છે.

બીજા કયા સ્ટાર્સ જોવા મળશે?

‘બડે મિયાં છોટે મિયાં’ એક એક્શનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે. તેનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. આ ફિલ્મ ઈદ પર રીલીઝ થઈ રહી છે. ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોરશોરથી તેનું પ્રમોશન કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં માનુષીની સાથે અલાયા એફ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનાક્ષી સિન્હા, સાઉથ સ્ટાર પૃથ્વીરાજ મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ફિલ્મમાં સોલિડ એક્શન, ફાઇટ સિક્વન્સ અને ઘણો બધો મસાલો લાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાટેની ટિપ્પણી પર શું કહ્યું?

Back to top button