ઉડ્ડયન ઉદ્યોગને FY26માં 30 અબજનું નુકસાન થવાની ધારણા

નવી દિલ્હી, 17 જુલાઇ, 2025: ભારતીય ઉડ્ડયન ઉદ્યોગને વર્ષ 2025-26માં 20થી 30 અબજ રૂપિયાની ચોખ્ખી ખોટ થવાનું અનુમાન છે. આ પાછલા વર્ષના અંદાજિત નુકસાનને અનુરૂપ છે. ક્રેડિટ રેટિંગ કંપની આઇસીઆરએના રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટના અનુસાર હવાઇ મુસાફરીની માંગ તો મજબૂત છે, પરંતુ ઘરેલુ બજારમાં પ્રતિસપર્ધાત્મક દબાણ અને મૂલ્ય સંવેદનશીલતાને કારણે એરલાઇન્સ દ્વારા ટિકીટોની કિંમતમાં ભારે વધારો થવાની સંભાવના નથી. તેની સાથે મોંઘા ઇંધણને કારણે નફા પર અસર પડવાની શંકા સેવાય છે.
વધી રહેલા લિઝ ઋણને કારણે નાણાંકીય વર્ષ 26માં વ્યાજ ખર્ચ વધવાની શક્યતા છે. કેમ કે એરલાઇન્સના વિમાનોની ડિલીવરી નિર્ધારિત કરી છે. વધી રહેલા દેવાના બોજથી નાણાકીય ખર્ચ વધવાની આશા છે, જેનાથી માર્જિનમાં વધુ ઘટાડો થશે. આ પડકારો હોવા છતાં નાણાંકીય વર્ષ 26માં 235 અબજ રૂપિયા અને નાણાંકીય વર્ષ 23માં 174 અબજ રૂપિયાની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે મુખ્યત્વે કોવિડ-૧૯ સંબંધિત વિક્ષેપો અને ઇંધણના ખર્ચમાં વધઘટને કારણે હતું.
આ પણ વાંચોઃ પરોપકારનો અવસર છે ચાતુર્માસ, જાણો શું છે આ મહિનાના ત્રણ મુખ્ય સંકલ્પ












