ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Asia Cup: ભારત-પાકિસ્તાન મેચ પર BCCI એ તોડ્યું મૌન, કહ્યું- અમારી પર…

દુબઈ, તા. 7 સપ્ટેમ્બર, 2025: એશિયા કપ 2025 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. બધાની નજર ભારત-પાકિસ્તાનના મેગા મુકાબલા પર છે. બંને દેશો વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો 14 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત-પાકિસ્તાન મેચને લઈ મોટું નિવેદન આપ્યું છે.

બીસીસીઆઈસચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર કોઈ પ્રતિબંધ નથી. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર, ટીમ ઈન્ડિયા બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બધા દેશો સામે રમશે. મેચ રમવાનો ઇનકાર કરવા પર ભારત પર આઈસીસી અથવા એસીસી પ્રતિબંધ લગાવી શકે છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ એ બાબત પર વાંધો ઉઠાવ્યો હતો કે આ કટ્ટર હરીફ ટીમો આ ટુર્નામેન્ટમાં એક કરતાં વધુ વખત સામસામે આવી શકે છે. તેથી આ મેચનો બહિષ્કાર કરવો જોઈએ

ભારત-પાક મેચ પર કોઈ પ્રતિબંધ નથી: બીસીસીઆઈ

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ, બીસીસીઆઈ સચિવે જણાવ્યું કે કેન્દ્ર સરકારની નીતિ સ્પષ્ટ છે કે ભારત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો સામનો કરી શકે છે. સૈકિયાએ કહ્યું કે ટીમ ઈન્ડિયા માત્ર દ્વિપક્ષીય સિરીઝમાં પાકિસ્તાન સાથે નહીં રમે, પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈ પણ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી.

સૈકિયાએ કહ્યું કે, જ્યાં સુધી બીસીસીઆઈના દૃષ્ટિકોણનો સવાલ છે, આપણે એનું જ પાલન કરવું પડે છે, જે કેન્દ્ર સરકાર ઔપચારિક રીતે નક્કી કરે છે. અમારી નીતિમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈપણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અથવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના ભાગીદારીને લઈને કેન્દ્ર સરકારે કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. પછી ભલે તે કોઈ પણ દેશ હોય જેની સાથે ભારતના સંબંધો સારા ન હોય, તેમ છતાં બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતે તમામ મેચ રમવી પડશે.

બીસીસીઆઈ સચિવે એમ પણ કહ્યું કે જો ભારત પાકિસ્તાન સામે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ (આઈસીસી અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ની મેચોનો બહિષ્કાર કરશે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘો મંડાયો, તંત્રએ લોકોને રિવરફ્રન્ટ વોકવે પર ન જવા અપીલ કરી

Back to top button