વલસાડમાં આસારામે સાધકોના ઘરે જઈને મુલાકાત લીધી, મીડિયાને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો

વલસાડ ન્યુઝ: વલસાડ શહેરના કોસંબા રણછોડજી મંદિર પાછળ સહિતના વિસ્તારમાં સાધકોના ઘરે-ઘરે જઈને આસારામે મુલાકાત લીધી હતી. જોકે, આ દરમિયાન મીડિયાને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા. સાધકોએ મીડિયા કર્મીનો મોબાઈલ છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આસારામ અને તેના પરિવારનાં ‘કાળાં કરતૂતો’ 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. યુવતીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી.
સગીરા પર દુષ્કર્મકેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે એન્ટ્રી થઈ હતી.
આ પણ વાંચો: Himatnagar: ધાણધા પાસે મળેલા આધેડના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો, પુત્ર જ નીકળ્યો હત્યારો












