ટ્રેન્ડિંગનેશનલ

‘અરૂણાચલની સરહદ તિબેટ સાથે જોડાયેલી છે, ચીન સાથે નહીં…’ સરહદ વિવાદ પર મુખ્યમંત્રી ખાંડૂની ટિપ્પણી

અરૂણાચલ પ્રદેશઃ 9 જુલાઈ, 2025: અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચીનના દાવાને નકારતા આકરી ટિપ્પણી કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારૂ રાજ્ય ચીન સાથે નહીં તિબેટની સરહદે જોડાયેલું છે. તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશ પર સતત દાવો કરે છે અને જગ્યાનું નામ બદલવાને લઈને તણાવ થતા રહે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘આ તથ્યાત્મક રૂપે અજ્ઞાનતાપૂર્ણ લાગે છે. અરૂણાચલ પ્રદેશમાં 1200 કિ.મી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ તિબેટ સાથે જોડાયેલી છે, ચીન સાથે નહીં.

ચીનના શાસન હેઠળ છે તિબેટ

જોકે, ખાંડૂએ સ્વીકાર કર્યો કે, સત્તાવાર રીતે તિબેટ ચીનના તાબા હેઠળ છે. આ સંભાવનાથી ઈનકાર ન કરી શકાય પરંતુ, મૂળ રૂપે અમે તિબેટ સાથે સરહદે જોડાયેલા છે. અરૂણાચલ પ્રદેશમાં અમે ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલું છે. તેમાં ભૂતાન સાથે લગભગ 150 કિ.મી, તિબેટ સાથે લગભગ 1200 કિ.મી અને પૂર્વના ભાગમાં મ્યાનમાર સાથે લગભગ 550 કિલોમીટર છે.

1914ની શિમલા સંધિનો કર્યો ઉલ્લેખ

મુખ્યમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, ભારતનું કોઈ રાજ્ય સીધી રીતે ચીન સાથે સરહદે જોડાયેલું નથી પરંતુ તિબેટ સાથે છે. આ વિસ્તાર પર ચીને 1950ના દાયકામાં જબરદસ્તી કબ્જો કરી લીધો હતો. ખાંડૂએ ઐતિહાસિક તથ્યોને ટાંકીને કહ્યું કે, 1914ની શિમલા સંધિનો ઉલ્લેખ કર્યો, જેમાં બ્રિટિશ ભારત, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક દસ્તાવેજ એ વાતની પુષ્ટિ કરે છે કે, તે ભારત-તિબેટ સરહદ નથી.

ચીનની જૂની આદત

અરુણાચલ પ્રદેશમાં સ્થળોને પોતાના નામ આપવાની ચીનની આદત અંગે તેમણે કહ્યું કે, પાડોશી દેશે એક વાર નહીં પણ પાંચ વાર સ્થળોના નામ બદલ્યા છે. તેથી તે આશ્ચર્યજનક નથી. અમે ચીનની આદત જાણીએ છીએ અને વિદેશ મંત્રાલયે તેનો યોગ્ય જવાબ આપ્યો છે.

આ પણ વાંચોઃ ‘હું મોસ્કો અને બેઇજિંગ પર બોમ્બ ફેંકીશ….’, ટ્રમ્પનો ધમકીભર્યો ઓડિયો લીક

આ પણ વાંચોઃ સુરત: રસ્તા તુટવાના કારણ ક્યા? અને જવાબદાર કોણ ? MLAના સવાલ સામે અધિકારીઓની બોલતી બંધ

Back to top button