15 ઓગસ્ટટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

થોડા થોડા કિલોમીટરે ટોલ ટેક્સ ચૂકવીને કંટાળી ગયા છો? તો આખા વર્ષના હવે ભરી દો આટલો ટેક્સ

  • 15 ઓગસ્ટથી મળશે વારંવાર ટેક્સ ભરવામાં સ્વતંત્રતા
  • FASTagનો  વાર્ષિક પાસ કઢાવી શકાશે : “નેશનલ ટોલ ફ્રીડમ પાસ”  

અમદાવાદ, 18 જુન 2025 : National Freedom Pass, Fast tag, જો તમે વારંવાર હાઇવે પર મુસાફરી કરો છો અને દર 40 કિલોમીટરે ટોલ ટેક્સ ચૂકવીને કંટાળી ગયા છો, તો તમારા માટે એક મોટી રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ થી દેશભરમાં લાગુ કરવામાં આવનાર FASTag આધારિત વાર્ષિક પાસ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. એક વર્ષનો “નેશનલ ટોલ ફ્રીડમ પાસ” મળશે. ચાલો તેની વિગતો વિગતવાર જાણીએ.

ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન-વાણિજ્યિક ખાનગી વાહનો માટે

વાહનો માટે અવર જવર કરીને ટોલ ટેક્સના આ પાસની કિંમત 3,000 રૂપિયા રાખવામાં આવી છે. તે એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ સુધી માન્ય રહેશે. આ પૈકી જે શરત પહેલાં પહેલા પૂર્ણ થાય તે તેની મર્યાદા ગણાશે. આ યોજના ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન-વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ લાગુ પડશે.

જાણો આ મુદ્દાઓ : રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ ટોલ પ્લાઝા પર માન્ય

આ યોજના ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન-વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ લાગુ પડશે.

  1. એક વખત ચુકવણી, એક વર્ષ માટે વારંવાર વેરા વિના મુસાફરી
  2. રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ ટોલ પ્લાઝા પર માન્ય
  3. ભીડ, લાંબી કતારો અને ચુકવણીની મુશ્કેલીઓથી છુટકારો મળી શકે
  4. 60 કિમીની ત્રિજ્યામાં ટોલ પ્લાઝા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ
  5. રાજમાર્ગ યાત્રા એપ અને NHAI અને MoRTH ની વેબસાઇટ દ્વારા એપ અપડેટ કરાશે અને તેની ટૂંક સમયમાં તેની લિંક જાહેર કરશે ત્યાંથી પાસ મળી શકશે.
  6. યોજના ફક્ત પૈસા બચાવશે નહીં, પરંતુ તમારા સમય અને મુસાફરીના અનુભવમાં પણ સુધારો કરશે.
  7. દેશભરના ટોલ પ્લાઝા પર જામ, ફાસ્ટેગ સ્કેન અને વારંવાર ચુકવણીની સમસ્યાઓથી રાહત મળશે.

લોંગડ્રાઇવ પ્રેમીઓ માટે બોનસ સમાન

જે લોકો રોજ ઓફિસ કે વ્યવસાય માટે મુસાફરી કરે છે તેમને આનો સૌથી મોટો ફાયદો મળશે. આ ઉપરાંત,  લોંગડ્રાઇવ પ્રેમીઓ માટે બોનસ છે. આનાથી વાર્ષિક ટ્રિપ્સનું આયોજન સસ્તું થશે. આ ઉપરાંત, પારદર્શિતા અને વિવાદોમાં મોટો ઘટાડો થશે.

આ પણ વાંચો : ભૂવાએ ભોગ લીધો: સોનાના ઘરેણા માટે પાડોશી ખેડૂતે કરાવ્યું હતું ડબલ મર્ડર

આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં લિન્ક આવી, મળ્યા 45000 અને ગયા લાખો… વાંચો ટાસ્ક પૂરા કરવાની છેતરપિંડી

Back to top button