ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભૂવાએ ભોગ લીધો: સોનાના ઘરેણા માટે પાડોશી ખેડૂતે કરાવ્યું હતું ડબલ મર્ડર

  • બનાસકાંઠામાં SMCના PI એ.વી પટેલના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, 18 જુન 2025: Double Murder બનાસકાંઠામાં SMCના PI એ.વી પટેલના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. લાખણીના જસરા ગામે હત્યા કરાઇ હતી. હત્યામાં પાડોશીનું કારસ્તાન સામે આવ્યું છે. પાડોશી ખેડૂતે ભુવાની તાંત્રિક વિધિના અંધવિશ્વાસમાં આવી જઈ સોનાના ઘરેણા માટે બનાવને અંજામ આપ્યો હતો એમ પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.

આરોપી સાળા બનેવી ?

લાખણીના જસરા ગામે  SMC PI એ. વી. પટેલના પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી રહી છે. પોલીસે બે પાડોશીની અટકાયત કરી હત્યામાં ભુવાની ભૂમિકાના આધારે તેની શોધખોળ હાથ ધરાઇ છે. દરમિયાન બે આરોપી કે જેઓ સાળા બનેવી છે તેની અટકાયત કરવામાં આવી છે. ઘેસીયા સુરેશ શામળાજી – જસરા અને ઠોહ ઉમા ચેલાજી -રામપુરા (દામા)ને અટકમાં લેવાયા છે.

દટાયેલું સોનુ શોધવા વિધિનો અંધવિશ્વાસ પણ કારણભૂત

ભાઈ તથા તેમના ભાણેજને ભુવાએ ખેડૂત દંપતીને કહ્યું હતું કે, તમારા ખેતરમાં સોનુ દટાયેલું છે જે શોધવા માટે વિધિ કરવી પડશે એટલે તમે સોનાના ઘરેણા લઈ આવો એ દરમિયાન ઘરેણા માટે કરી ઘાતકી હત્યા કરી હોવાનું જાણવા મળે છે. ઘટના સમયે અજાણ્યા લોકો હત્યા કરીને ફરાર થઇ ગયા હતા પણ હવે ભેદ ઉકેલવામાં આવ્યો છે. હત્યારા હત્યા કરીને રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની પોલીસને શંકા હતી.

સીસીટીવી સહિતની તપાસ કરાઇ હતી

પોલીસે રોડ પર રહેલા સીસીટીવી પણ તપાસ માટે લીધા હતા. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી હતી. આ બેવડી હત્યાથી લાખણી ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો : ભારતીય વન-ડે ક્રિકેટ માટે આજનો દિવસ ઐતિહાસિક છેઃ જાણો કેમ?

આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં લિન્ક આવી, મળ્યા 45000 અને ગયા લાખો… વાંચો ટાસ્ક પૂરા કરવાની છેતરપિંડી

Back to top button