કચ્છના રણોત્સવની રંગત માણવા આતુર છો? 2025-26નો રણોત્સવ આ વખતે વહેલો

ભુજ, 15 જૂન 2025: Kachchh Tourism, Rannutsav, White Desert : કચ્છ અને ગુજરાતના પ્રવાસનમાં શિરમોર બનેલા ધોરડોના રણોત્સવની તૈયારીઓ આરંભાઇ ગઇ છે. વર્ષ 2025-26નો રણોત્સવ ક્યારે યોજાશે તેની વિગતો જાહેર કરાઇ છે. માહિતી જાણવા માટે વાંચો આ અહેવાલ.
તો કરો તૈયારી, તારીખો થઇ જાહેર
ભુજ તાલુકાના સરહદી ધોરડો ગામ પાસેના સફેદ રણમાં 2025-26નો રણોત્સવ આ વખતે વહેલો યોજાશે. સામાન્ય રીતે દિવાળીના તહેવારોની પૂર્ણાહૂતિ અને રણોત્સવની શરૂઆત થતી હોય છે. આ વખતે દિવાળી વહેલી હોવાથી રણોત્સવ પણ નવેમ્બરની શરૂઆતના દિવસોના બદલે ઓક્ટોબરના અંતભાગમાં શરૂ થશે. સફેદ રણમાં ઊજવાતા રણોત્સવની રંગત માટે ભારત ઉપરાંત વિદેશના પ્રવાસીઓ પણ આકર્ષાતા હોય છે. હવે, આ વર્ષ માટેની રણોત્સવની તારીખ જાહેર થવાની સાથે વિધિવત બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પાંચ માસ સુધી રણમાં રેયાણ થશે
સરકારના પ્રવાસન વિભાગ આયોજીત અને ખાનગી કંપનીના ઠેકાથી ચાલતો રણોત્સવ આ વર્ષે રણોત્સવ 23 ઓક્ટોબરથી શરૂ થશે અને ચાર માર્ચના થશે. કુલ પાંચ માસ સુધી રણમાં રેયાણ થશે.
અગાઉ ધોરડો પાસે માત્ર 3 દિવસ માટે રણોત્સવ ઊજવાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરહદને અડીને આવેલા અને રણમાં વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામનું બિરુદ મેળવનારા ધોરડોના સફેદ રણમાં માત્ર ત્રણ દિવસ માટે રણોત્સવ ઊજવાતો હતો. હવે ચારથી પાંચ મહિનાના સમયગાળા માટે ચાલે છે. નવા આકર્ષણ ઉમેરાતાં કચ્છ-ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશમાંથી પણ પ્રવાસીઓ સફેદ રણના લાવણ્યને માણવા માટે આવતા હોય છે.
50થી વધુ રિસોર્ટમાં સ્થાનિક રોજગારી
સફેદ રણમાં વિશાળ તંબુનગરીના નિર્માણ સાથે આસપાસ આવેલા 50થી વધુ રિસોર્ટમાં સ્થાનિક રોજગારીની નવી તકોનું પણ સર્જન થાય છે. રણોત્સવને લઈ પ્રવાસન વિભાગની સાથે સ્થાનિક તંત્ર તૈયારીમાં પરોવાયું છે.
તંત્રને પણ પરમીટ ફી પેટે દર વર્ષે કરોડો રૂપિયાની આવક
ગત બે વર્ષમાં કચ્છના સફેદ રણનું સૌંદર્ય 13.72 લાખ પ્રવાસી આવ્યા હતા. પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ લાખનો વધારો થયો હતો. તંત્રને પરમીટ ફી પેટે 13.69 કરોડની માતબર રકમ મળી હતી. ગયાં વર્ષથી લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણ ઊમેરાયાં છે. નજીકનાં રોડ ટુ હેવનધોળાવીરા, માંડવી બીચ, ભુજ, કાળોડુંગર સહિતની ટૂરિસ્ટ લિન્કનો પણ આનંદ માણી શકશે.
આ પણ વાંચો:રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ, આ દિગ્ગજો પહોંચ્યા
આ પણ વાંચો:ઈરાને અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો રદ કરી, નેતન્યાહૂએ કહ્યું કે વિજય ન થાય ત્યાં સુધી લડીશું












