ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ, 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇએલર્ટ પર

  • અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો
  • 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર
  • ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે.

62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર

62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી નીચું છે. હાલ ગુજરાતના 49 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો ઍલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.

ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 60.72 ટકા છે. ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1770.36 MCM છે. તથા પાણીની આવક થતાં RBPHના 3 પાવર હાઉસ ચાલુ છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ 58 ટકા ભરાયો છે.

ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા

ધોધમાર વરસાદને કારણે મધ્યપ્રદેશના બે મુખ્ય ડેમ, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે. પાણીની સતત આવક થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના પગલે નર્મદા ડેમમાં નવા નીરની ભરપૂર આવક થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ 

Back to top button