ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વિવાદ, સ્વામી જ્ઞાનજીવનદાસ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ

  • સેશન્સ કોર્ટમાં જ્ઞાનજીવનદાસ સ્વામી સામે ફરિયાદ થઇ છે
  • અનુસૂચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી મુદ્દે ફરિયાદ થતા તપાસ શરૂ થઇ
  • જાહેર મંચથી અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી

ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્વામી જ્ઞાનજીવનદાસ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ છે. તેમાં અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ થતા ચર્ચા શરૂ થઇ છે. સ્વામી જ્ઞાનજીવનદાસ મહારાજ સામે અમદાવાદમાં ફરિયાદ થતા ભક્તોમાં રોષ ફેલાયો છે. જેમાં સેશન્સ કોર્ટમાં જ્ઞાનજીવનદાસ સ્વામી સામે ફરિયાદ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: બુટલેગરની દાદાગીરી, તારે SPને કહેવુ હોય તો કહીદેજે, દારૂ બંધ નહીં થાય

અનુસૂચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી મુદ્દે ફરિયાદ થતા તપાસ શરૂ થઇ

અનુસૂચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી મુદ્દે ફરિયાદ થતા તપાસ શરૂ થઇ છે. જાહેર મંચથી અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. જ્ઞાનજીવનદાસ સ્વામીને કડક સજા કરવાની માગ કરવામાં આવી છે. જેમાં કોર્ટે STSC સેલને તપાસ સોંપી છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વિવાદ સામે આવતા ભક્તોમાં ચર્ચા શરૂ થઇ છે. ગઢડા સ્વામિનારાયણ સંત સ્વામી જ્ઞાનજીવનદાસ મહારાજ સામે અમદાવાદમાં ફરિયાદ થઇ છે. અમદાવાદ સેશન કોર્ટમાં જ્ઞાનજીવનદાસ સ્વામી સામે ફરિયાદ થતા તપાસ શરૂ થશે. અનુસૂચિત જનજાતિ માટે જાહેર મંચથી અપમાનજનક ટિપ્પણી કરવા મુદે ફરિયાદ થતા એસ.ટી.એસ.સી સેલને કોર્ટે તપાસ સોંપી છે.

સ્વામીઓની લંપટ લીલાઓના વિરોધમાં હરિભક્તો મેદાને પડ્યા છે

બેફામ વાણી વિલાસ કરવા બદલ કડક સજાની અરજદારની કોર્ટમાં માગ છે. હાલમાં સ્વામીઓની લંપટ લીલાઓના વિરોધમાં હરિભક્તો મેદાને પડ્યા છે. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગઢડા મંદિર પહોંચીને વિરોધ પ્રદર્શન યોજ્યુ હતું. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. તેમજ વિરોધ પ્રદર્શન કરી રહેલા હરિભક્તોએ લંપટ સ્વામીઓને હોદ્દા પરથી દુર કરવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા સ્વામી નારાયણ મંદિર ખાતે હાથમાં બેનરો લઇ એકત્ર થયા હતા અને લંપટ સ્વામીઓને દુર કરવાની માગ કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની દલીલ હતી કે આવા લંપટ સ્વામીઓને કારણે તેમને સહન કરવું પડે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.

Back to top button