એર ઈન્ડિયાના બીજા એક વિમાનમાં ડિફોલ્ટ, ફ્લાઈટ કેન્સલ કરવી પડી

નવી દિલ્હી, 17 જૂન 2025 : એર ઇન્ડિયાના બીજા એક વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના પછી દિલ્હીથી પેરિસ જતી ફ્લાઇટ AI143 રદ કરવામાં આવી હતી. વિમાનને દિલ્હી એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું હતું. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 17 જૂને દિલ્હીથી પેરિસ જતી ફ્લાઇટ AI143 રદ કરવામાં આવી છે. પ્રી-ફ્લાઇટ ચેક દરમિયાન કેટલીક સમસ્યાઓ મળી આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ કહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. આજની ફ્લાઇટ રદ થવાને કારણે, આવતીકાલે એટલે કે 18 જૂને પેરિસથી દિલ્હી જતી ફ્લાઇટ AI142 પણ રદ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે મુસાફરો માટે હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી રહી છે. આ સાથે, અમે સંપૂર્ણ રિફંડ અથવા રિશેડ્યૂલનો વિકલ્પ પણ આપી રહ્યા છીએ.
એર ઇન્ડિયાના 4 વિમાનોમાં ટેકનિકલ ખામી
કંપનીએ એમ પણ કહ્યું કે તે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાના ઘણા વિમાનોમાં ટેકનિકલ ખામી જોવા મળી છે.
હોંગકોંગ, હિંડન એરપોર્ટ અને સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઇટ્સમાં સમસ્યાઓ જોવા મળી હતી. આ ઉપરાંત, અમદાવાદથી લંડન જતી બીજી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના પછી વિમાન રદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર: ચૂંટણી દરમિયાન બલ્કમાં રાજકીય એસએમસએસ મોકલવા પર પ્રતિબંધ












