
Air India : 4 ઓગસ્ટના રોજ ફૂકેટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 સાથે સંકળાયેલી ઘટનામાં એરબસની પ્રાથમિક તપાસમાં એક મહત્વપૂર્ણ ટેકનિકલ તારણો બહાર આવ્યા છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR)ના પ્રારંભિક રીડિંગ્સ અનુસાર, લગભગ ચાર સેકન્ડ માટે મહત્વપૂર્ણ ફ્લાઇટ નિયંત્રણો કાર્યરત ન હતા. આ સમય દરમિયાન, વિમાન અચાનક આશરે 300 ફૂટ નીચે પડી ગયું, જેના પરિણામે આશરે 24 મુસાફરો અને ક્રૂ સભ્યો ઘાયલ થયા.
એરબસની શરૂઆતી રીડિંગ અનુસાર, એ320 નિયોના એલિવેટર્સ અને એલોરોન્સ પર એક સાથે નિયંત્રણ સમાપ્ત થઈ ગયું હતું. એલિવેટર્સ વિમાનની નાકને ઉપર-નીચે કરવું, જ્યારે એલેરોન્સ વિમાનને ડાબે-જમણે ફેરવવામાં મદદ કરે છે. આ દરમ્યાન સ્પોયલર્સે પણ કામ કરવાનું બંધ કરી દીધું. જણાવવામાં આવ્યું છે કે, વિમાનના ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમમાં એક સાથે ખરાબી આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લગભગ 4 સેકન્ડ સુધી એલિવેટર્સ અને એલેરોન્સ વગર કોઈ પાયલટ કમાંડના પોતાની જાતે ડ્રિફ્ટ કરી રહ્યા હતા. આ દરમિયાન ઓટોપાયલટ પણ ડિસ્કનેક્ટ થઈ ગયું અને કોકપિટમાં સ્ટોલ વોર્નિંગ આવ્યાની વાત સામે આવી. સંભવિત સ્ટોલથી બચવા માટે કો-પાયલટે સાઈડ-સ્ટિકને આગળની તરફ ધકેલ્યું પરંતુ હાઈડ્રોલિક પાવર નહીં હોવાના કારણે તેનું ઈનપુટ પણ તુરંત વિમાનના નોઝ-ડાઉન મૂવમેન્ટમાં ફેરવાયું નહીં.
હાઈડ્રોલિક સિસ્ટમ વ્યવસ્થિત થતા વિમાનને પકડી ઝડપી નોઝ-ડાઉન ટ્રૈજેક્ટરી
કેટલીક સેકન્ડો બાદ ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમ ફરી કામ કરવા પર પાયલટના નોઝ-ડાઉન ઈનપુટની અસર થઈ અને વિમાને અચાનક ઝડપી નોઝ-ડાઉમ ટ્રૈજેક્ટરી પકડી લીધી. આ દરમિયાન વિમાન લગભગ 30 ફૂટ નીચે આવ્યું. મુસાફરો અને ક્રૂને જોરદાર ઝટકો લાગ્યો અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. તે બાદ વિમાન સુરક્ષિત દિલ્હી પહોંચ્યું.
હાઈડ્રોલિક પ્રેશર સેન્સર અથવા પ્રેશર સ્વિચમાં ટેક્નિકલ ખરાબી!
એરબસની શરૂઆતી તપાસમાં સંભવિત હાઈડ્રોલિક પ્રેશર સેન્સર અથવા પ્રેશર સ્વિચની ખરાબી તરફ ઈશારો કરવામાં આવ્યો છે. પરંતુ આ ઘટનાનું અંતિમ કારણ માનવામાં આન્યું નથી. એરબસ અને ફ્રાંસની બીઈએના નિષ્ણાંતો પણ તપાસમાં મદદ કરી રહ્યા છે અને ટેક્નિકલ તપાસમાં નિષ્કર્ષ ભારતીય વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો એટલે કે એએઆઈબીને આપવામાં આવી રહી છે.
એટલે કે એ કહેવું બરાબર નથી કે 4 સેકન્ડ સુધી વિમાનનું નોઝ-ડાઉન હતું. સાચી વાત એ છે કે, 4 સેકન્ડ સુધી વિમાનના મહત્વના ફ્લાઈટ કંટ્રોલ્સે કામ કર્યું નહીં અને આ દરમિયાન પાયલટનું નોઝ-ડાઉન ઈનપુટ પણ તુરંત અસરકારક થઈ શક્યું નહીં. હાઈડ્રોલિક સિસ્ટમ દરમિયાન સક્રિય થયા બાદ વિમાને ઝડપી નોક-ડાઉન ટ્રૈજેક્ટરી પકડી અને લગભગ 300 ફૂટ નીચે આવી ગયું.
આ પણ વાંચો : અમેરિકાએ ડ્રોન અને તેના પાર્ટ્સ પર લગાવ્યું 100% ટેરિફ, જાણો ભારત પર શું થશે અસર?












