ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

અનંત-રાધિકાએ કર્યું ગણેશ વિસર્જન, ગુલાલથી રંગાયેલા ચહેરા, ઉત્સાહિત દેખાઈ અંબાણી પરિવારની નાની વહુ

મુંબઈ, 29 ઓગસ્ટ 2025:  અંબાણી પરિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના અવસરે ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત કર્યું. અંબાણી પરિવારના નાના દીકરા અને વહુ, એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આ વર્ષે લગ્ન બાદ બીજી વખત ગણપતિ બાપ્પાનું સાથે મળીને ધામધૂમથી સ્વાગત કર્યું. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાના આગમન બાદ પંચમીના દિવસે અંબાણી પરિવારે બાપ્પાને ભવ્ય રીતે વિદાય આપી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અનંત અને રાધિકાએ પરિવાર સાથે મળીને બાપ્પાનું વિસર્જન કર્યું. આ પ્રસંગે બંને રંગ-ગુલાલમાં ડૂબેલા દેખાયા અને તેમની મસ્તી અને તોફાની અદાઓ પણ જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનંત-રાધિકાએ આપી બાપ્પાને વિદાય

સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર ‘એન્ટિલિયા ચા રાજા’ની વિદાયના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં અંબાણી પરિવાર આનંદ-ઉલ્લાસ સાથે બાપ્પાને વિદાય આપતો જોવા મળ્યો. 28 ઓગસ્ટના રોજ એન્ટિલિયા ચા રાજાનું વિસર્જન કરવામાં આવ્યું. આ દરમિયાન નીતા અંબાણી તેમની નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે ટ્રકમાં બાપ્પા સાથે જોવા મળ્યા. વીડિયોમાં રાધિકા ક્યાંક શાંત અને ગુમસુમ દેખાયા, તો ક્યાંક ખુશીથી ઉછળતા જોવા મળ્યા. તેમના ચહેરા પર તહેવારની થાક પણ દેખાઈ. જ્યારે અનંત અંબાણી ટ્રકની પાછળ-પાછળ પગપાળા ચાલતા જોવા મળ્યા.

રંગ-ગુલાલમાં ડૂબેલા અનંત-રાધિકા અને નીતા અંબાણી

બાપ્પાના વિસર્જન દરમિયાન રાધિકાએ અંબાણી પરિવાર અને તેમના મિત્રો સાથે મળીને ગુલાલ રમ્યા અને લોકોનો આભાર માનતા જોવા મળ્યા. આ દરમિયાન ઓરી અને શિખર પહાડિયા પણ અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા. જોકે, અંબાણી પરિવારના મોટા દીકરા-વહુ આકાશ અંબાણી-શ્લોકા મહેતા અને દીકરી ઈશા અંબાણી આ દરમિયાન ક્યાંય દેખાયા નહીં. બાપ્પાને વિદાય આપતી વખતે નીતા અંબાણીએ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો, જ્યારે રાધિકા મર્ચન્ટ પણ સૂટમાં સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એન્ટિલિયામાં દર વર્ષે થાય છે બાપ્પાનું સ્વાગત

નોંધનીય છે કે, અંબાણી પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસરે એન્ટિલિયામાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરે છે અને તેમના ગણેશ ઉત્સવમાં બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ સામેલ થાય છે. 2024માં પણ અનંત-રાધિકાના લગ્ન બાદ અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો, જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, સોનમ કપૂર, સારા અલી ખાન, જાહ્નવી કપૂર સહિત ઘણા જાણીતા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન

Back to top button