ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વોટ તો એક ઈટાલિયન મહિલાએ પણ આપ્યો હતો, રાહુલના બ્રાઝિલિયન મોડલના બોમ્બ પર BJPનો વળતો પ્રહાર

  • BJPએ કોંગ્રેસ નેતા પર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને દેશની લોકશાહીને બદનામ કરવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે

HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીના હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે મતચોરીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. BJPએ કોંગ્રેસ નેતા પર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને દેશની લોકશાહીને બદનામ કરવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી Rahul Gandhi એ દાવો કર્યો છે કે ગયા વર્ષે યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણી 25 લાખ ફેક મતો દ્વારા મત ચોરી કરવામાં આવી હતી. ગાંધીએ આ દાવો કર્યાના થોડા જ કલાકો પછી ભાજપની પ્રતિક્રિયા આવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું જે કહી રહ્યો છું તે 100% સાચું છે. એક આખા રાજ્યની ચૂંટણીઓ ચોરી લેવામાં આવી હતી. તેમના આરોપને કારણે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગાંધી પર દેશને બદનામ કરવા માટે ભારત વિરોધી શક્તિઓ સાથે મળીને રમત રમવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ગાંધી ચૂંટણી દરમિયાન વિદેશ જાય છે, જમીન પર લોકોને મળતા નથી અને પછી જ્યારે તેમનો પક્ષ હારી જાય છે ત્યારે ચૂંટણીમાં છેતરપિંડી વિશે વાત કરે છે.

રિજિજુએ મિંતા દેવીનો પણ ઉલ્લેખ કર્યો

તેમણે રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું કે તેઓ ન તો સખત મહેનત કરી શકે છે અને ન તો લોકો વચ્ચે રહી શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો મતદાનમાં કોઈ ગેરરીતિ હોય તો ચૂંટણી પંચને જાણ કરવી જોઈએ અથવા કોર્ટનો સંપર્ક કરવો જોઈએ, પરંતુ તેઓ (રાહુલ ગાંધી) ક્યારેય એવું કરતા નથી. રિજિજુએ મિંતા દેવીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમનો ફોટો રાહુલ ગાંધીએ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં વાપર્યો હતો. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે મિંતા દેવીએ આ કૃત્ય માટે કોંગ્રેસને ઠપકો પણ આપ્યો હતો.

ઈટાલિયન મહિલા દ્વારા રાહુલ પર કટાક્ષ

બીજી તરફ ભાજપ નેતા રાધિકા ખેડાએ પણ રાહુલ ગાંધીના બ્રાઝિલિયન મોડેલના આરોપનો જવાબ એક ઇટાલિયન મહિલા દ્વારા વોટ આપવા પર કટાક્ષ સાથે આપ્યો હતો. ઈટાલિયન મહિલા એ રાહુલની માતા છે. સોનિયા ગાંધી પર પરોક્ષ રીતે નિશાન સાધતા રાધિકા ખેડાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે વોટ તો એક ઈટાલિયન મહિલાએ પણ ભારતમાં આપ્યો હતો, તેનું નામ શું તમે જાણો છો?

 આ પણ વાંચોઃ મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી દુબઈથી લાપતા, ભારતની પ્રત્યાર્પણની આશાને મોટો ઝટકો

Back to top button