કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલી એલસીબી ટીમે ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપી પાડી, 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી, તા. 29 જૂન, 2025: અમરેલી એલસીબી ટીમે ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપી પાડી હતી. તેમની પાસેથી 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી વિગત પ્રમામે અમરેલી જિલ્લામાં બનવા પામેલા મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવ્યું હતું.

અમરેલી એલ.સી.બી. પીઆઈ વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આંઠ શકમદ ઇસમોને પકડી તેમની તેની સઘન પૂછપરછ કરી હતી. જેમાં અમરેલી જિલ્લામાં અલગ અલગ સાગરીતો સાથે લુંટ, ઘરફોડ તથા મંદીર ચોરી સહિત કુલ – ૧૧ ગુનાઓની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન, સાધનો તથા રોકડ રકમ તેમજ ચોરીના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) મુતીયારસીંગ ઉર્ફે મુકેશ ઇન્દીરસીંગ ડાવર, ઉ.વ.૨૦, હાલ રહે.ચરખા ગામની સીમ, તા.બાબરા જિ.અમરેલી મુળ રહે. કુંડલવાસા, કુડાલીયા ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૨) દિનેશ ઉર્ફે કાગડો માધુભાઇ બાંગડીયા, ઉ.વ.૪૦, હાલ રહે. શાપર, એન.જી.દિવાની કારખાનામા તા.જિ.જામનગર મુળ રહે. બડા ઇટારા, હાબુ તડવી ફળીયુ, તા.જોબટ જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૩) કુવરસીંગ માધુભાઇ બાંગડીયા, ઉ.વ.૨૧, હાલ રહે. રાયપુર ગામની સીમ, તા. બાબરા, જિ.અમરેલી મુળ રહે. બડા ઇટારા, હાબુ તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૪) ચીમન ઉર્ફે રાકેશ માધુભાઇ બાંગડીયા, ઉ.વ.૧૯, હાલ રહે. નેસડી ગામની સીમ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી મુળ રહે. બડા ઇટારા, હાબુ તડવી ફળીયુ, તા.જોબટ જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૫) દિલીપ જંગલીયા બામનિયા, ઉ.વ.૧૯, હાલ રહે. ઉટવડ ગામની સીમ, તા. બાબરા, જિ.અમરેલી મુળ રહે. ગદ્રાણ, ખેરડ ફળીયુ, તા.જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૬) રાહુલ કાળુભાઇ બાંગડીયા, ઉ.વ.૧૯, હાલ રહે. વડેરા ગામની સીમ, તા.જિ.અમરેલી મુળ રહે. બડા ઇટારા, ડુડવા ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૭) વિજય મદનભાઇ માવી, ઉ.વ.૧૯, હાલ રહે. ચરખા ગામની સીમ, તા. બાબરા, જિ.અમરેલી મુળ રહે. તુકરીયા જરન, માફીદાર ફળીયુ, તા.ભાભરા જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૮) સેકુ ગજનભાઇ ડાવર, ઉ.વ.૨૫, હાલ રહે. હડમતીયા ગામની સીમ, તા.ટંકારા, જિ.મોરબી મુળ રહે. કુંડલવાસા, કુડાલીયા ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).

કબ્‍જે કરેલા મુદ્દામાલની વિગતઃ-

(૧) રોકડા રૂ.૧,૮૦,૦૦૦
(૨) એક ચાંદીનું કડુ વજન ૧૫૦.૪૦ ગ્રામ, એક ચાંદીની લક્કી વજન ૭૭.૯૮ ગ્રામ, ચાંદીની મોરપીછના ચિત્ર વાળી લક્કી વજન ૯૬.૧૫ ગ્રામ,ચાંદીની વીટી નંગ ૨ વજન ૫.૪૧ ગ્રામ/- મળી કુલ કિં.રૂ.૨૨,૨૫૦
(૩) ૩ મોટર સાયકલની કુલ કિં.રૂ. ૮૦,૦૦૦/-
(૪) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૫ તથા કીપેઇડ વાળા મોબાઇલ ફોન નંગ – ૨ મળી કુલ મોબાઇલ ફોન નંગ – ૭ કિં.રૂ.૩૪,૦૦૦-
(૫) ચોરીના ઉપયોગમાં માટેના સાધનો એક લોખંડની છરી, એક લોખંડની કોષ તથા એક પેસીયુ મળી કુલ કિં.રૂ.૩,૧૬,૩૨૦ નો મુદ્દામાલ

આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના તેમના પરિવારજનો સાથે કેવી રીતે મેચ થયા DNA? વાંચો વિગતવાર

Back to top button