ટ્રેન્ડિંગમનોરંજન

નેપોટિઝમની ચર્ચા વચ્ચે આલિયા ભટ્ટનો મોટો નિર્ણય, બહારના કલાકારોને તક આપવાની જાહેરાત

Alia Bhatt’s big decision: બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt) ફરી એકવાર ચર્ચામાં આવી છે. નેપોટિઝમ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે ઉદ્યોગની બહારના નવા કલાકારોને તક આપવાની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાતને લઈને કરણ જોહર (Karan Johar)એ પણ પ્રતિક્રિયા આપી છે.

એક કાર્યક્રમ દરમિયાન થઈ જાહેરાત
આલિયા પોતાની બહેન શાહીન ભટ્ટ  (Shaheen Bhatt) સાથે એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video)ના કાર્યક્રમમાં હાજર રહી હતી. અહીં વર્ષ 2026 માટે આવનારી ફિલ્મો અને કાર્યક્રમોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં આલિયાની નવી ફિલ્મ “ડોન્ટ બી શાઇ”નો પણ સમાવેશ થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બહારના કલાકારોને મળશે તક
આલિયાએ જણાવ્યું કે તેમની આ ફિલ્મમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. તેમણે કહ્યું કે કલાકારોને રજૂ કરવાનો પણ એક યોગ્ય સમય અને રીત હોય છે. આ વાત પર કરણ જોહરે મજાકમાં કહ્યું કે કદાચ તેમને આ બાબતનો અનુભવ નથી, કારણ કે તેમણે ક્યારેય કોઈને લોન્ચ નથી કર્યા.

કરણ જોહરનો પ્રતિસાદ
આલિયાએ જવાબ આપતા કહ્યું કે તેમણે શ્રેષ્ઠ લોકો પાસેથી શીખ્યું છે. જ્યારે કરણે પૂછ્યું કે શું ફિલ્મમાં બહારના કલાકારો હશે, ત્યારે આલિયાએ હા કહી. આ સાંભળીને કરણે કહ્યું કે તેમને આલિયા પર ગર્વ છે.

ફિલ્મ વિશે માહિતી
“ડોન્ટ બી શાઇ”નું નિર્દેશન શ્રીતિ મુખર્જીએ કર્યું છે. આ ફિલ્મ એક યુવતીની કહાની પર આધારિત છે, જે પોતાની જિંદગી પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનું માને છે, પરંતુ અચાનક આવનારા ફેરફારથી બધું બદલાઈ જાય છે. ફિલ્મનું આર્ટિસ્ટ લિસ્ટ અને પ્રદર્શિત થવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આલિયાનું વર્કફ્રન્ટ
આલિયા ભટ્ટ હાલમાં પોતાની આવનારી ફિલ્મ “અલ્ફા”ની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે શર્વરી વાઘ (Sharvari Wagh), અનિલ કપૂર (Anil Kapoor) અને બોબી દેઓલ(Bobby Deol) પણ જોવા મળશે. ઉપરાંત તેઓ સંજય લીલા ભણશાલી(Sanjay Leela Bhansali)ની ફિલ્મ “લવ એન્ડ વોર”માં પણ વ્યસ્ત છે, જેમાં રણબીર કપૂર (Ranbir Kapoor) અને વીકી કૌશલ (Vicky Kaushal) મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો : Gold Silver Price: 1.50 લાખથી નીચે આવ્યું સોનું, ચાંદી પણ સસ્તી થઈ

Back to top button