અમેરિકાની અદેખાઇ: ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ ખરીદે તેમાં શું વાંધો? ટેરિફ દરની ધમકી?

એચડી ન્યૂઝ ડેસ્ક, 02 જુલાઇ 2025: Russia Ukraine war યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ ખરીદીને અબજો ડોલર બચાવ્યા. પરંતુ બીજાના મામલામાં દખલગીરી કરનાર અમેરિકા ભારતની ખુશી જોઈ શકતું નથી. યુક્રેન યુદ્ધના નામે અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ ન ખરીદે. આ માટે, અમેરિકા એક બિલ લાવવા જઈ રહ્યું છે.
રશિયા સાથે વેપાર ચાલુ રાખો તો અધધ કેટલા ટકા ટેરિફ?
અમેરિકાના પ્રસ્તાવિત બિલથી ભારત-ચીન સહિત વિશ્વના કેટલાક દેશો પર ૫૦૦ ટકાનો મોટો ટેરિફ લાદવાનો માર્ગ મોકળો થઈ શકે છે. આ બિલને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેકો છે. અમેરિકાના મતે, આ ટેરિફ તે દેશો પર લાદવામાં આવશે જે હજુ પણ રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે. અને તેમાંથી તેલ ખરીદી રહ્યા છે.
અમેરિકન સેનેટમા નવું બિલ ક્યારે રજૂ થશે?
રિપબ્લિકન સેનેટર લિન્ડેસ ગ્રેહામે સ્થાનિક ન્યૂઝ સાથેની વાતચીતમાં આ માહિતી આપી છે. ગ્રેહામે કહ્યું, “જો તમે રશિયા પાસેથી ઉત્પાદનો ખરીદી રહ્યા છો, અને તમે યુક્રેનને મદદ કરી રહ્યા નથી, તો તમે જે ઉત્પાદનો અમેરિકામાં લાવો છો તેના પર 500% ટેરિફ લાગશે. ભારત અને ચીન પુતિનનું 70% તેલ ખરીદે છે. તેઓ રશિયાની યુદ્ધ વ્યવસ્થાને ચાલુ રાખે છે.” એવું માનવામાં આવે છે કે આ બિલ ઓગસ્ટમાં રજૂ થઈ શકે છે.
ભારતના આ સેક્ટરને અસર થાય
જો આવું થાય, તો તે રશિયાને આર્થિક રીતે અલગ કરવાના યુએસ પ્રયાસમાં એક મોટું પગલું માનવામાં આવશે. જો આ બિલ પસાર થાય છે, તો તેની ભારત અને ચીન પર ગંભીર અસર પડી શકે છે. કારણ કે આ બંને દેશો ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદાર છે. યુએસના આ પગલાથી ભારતને ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને આઇટી સેવાઓ જેવી નિકાસ પર ટેરિફનું જોખમ પણ રહે છે. ભારત રશિયન તેલનો મુખ્ય ખરીદદાર છે.
આ પણ વાંચો:પાકિસ્તાનના આતંકી કારસ્તાન સામે QUAD માં સંપ: પહેલગામ હુમલાની નિંદા
આ પણ વાંચો:ધમાકેદાર T20 લીગમાં બે નવી ટીમો જોડાઈ, આ દિવસે હરાજીમાં IPLના સ્ટાર ખેલાડીઓની બોલબોલા થશે
ભારતે 49 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ મેળવ્યું
યુક્રેન પર આક્રમણના ત્રીજા વર્ષમાં, ભારતે 49 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ આયાત કર્યું. પરંપરાગત રીતે ભારત મધ્ય પૂર્વમાંથી તેનું તેલ મેળવે છે, પરંતુ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર આક્રમણ પછી તરત જ, ભારતે રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ આયાત કરવાનું શરૂ કર્યું. ભારત-અમેરિકા વેપાર સોદો થવા જઈ રહ્યો છે ત્યારે યુએસ દ્વારા આ બિલની ચર્ચા કરવામાં આવી રહી છે. ગ્રેહામ અને ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા સહ-પ્રાયોજિત પ્રસ્તાવિત બિલને 84 અન્ય સેનેટરોએ સમર્થન આપ્યું હોવાના અહેવાલ છે.
ગોલ્ડ રમતાં રમતાં ટ્રમ્પે લીલીઝંડી આપી
ગ્રેહામે જણાવ્યું હતું કે ટ્રમ્પ ગઈકાલે તેમની સાથે ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે બિલને લીલી ઝંડી આપી હતી. લિન્ડસે ગ્રેહામે કહ્યું, “ગઈકાલે પહેલી વાર તેમણે કહ્યું હતું – હવે તમારા બિલને આગળ વધારવાનો સમય આવી ગયો છે, હું તેમની સાથે ગોલ્ફ રમી રહ્યો હતો.” મૂળરૂપે આ બિલ માર્ચમાં જ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
અમેરિકા સાથે રાજદ્વારી તણાવને જન્મ આપી શકે
જો આ બિલ કાયદો બને છે, તો તે ચીન અને ભારત બંને સાથે અમેરિકાના વેપાર સંબંધોમાં મોટો ફેરફાર લાવી શકે છે. અમેરિકા ભારતનું મુખ્ય નિકાસ બજાર હોવાથી, આ નીતિ મોટા પાયે રાજદ્વારી તણાવને પણ જન્મ આપી શકે છે. અમેરિકા દ્વારા ભારત પર 500 ટકા ટેરિફ લાદવાને કારણે, અમેરિકન બજારમાં જતા ભારતીય ઉત્પાદનોના ભાવમાં ભારે વધારો થશે. આનાથી ત્યાં ભારતીય ઉત્પાદનોનું વેચાણ ઘટી શકે છે.
112.5 બિલિયન યુરો મૂલ્યનું ક્રૂડ તેલ આયાત કર્યું
યુક્રેન યુદ્ધની શરૂઆતથી, 24 ફેબ્રુઆરી 2022 થી 2 માર્ચ 2025 સુધી, ભારતે રશિયા પાસેથી લગભગ 112.5 બિલિયન યુરો (લગભગ 118 બિલિયન ડોલર, 1 યુરો = 1.05 ડોલર) મૂલ્યનું ક્રૂડ તેલ આયાત કર્યું છે. આ માહિતી સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) ના અહેવાલ પર આધારિત છે. યુદ્ધ પહેલા રશિયામાંથી ક્રૂડ તેલનો હિસ્સો 1% કરતા ઓછો હતો, જે 2023-24માં વધીને 35-45% થયો.
ભારત રશિયન તેલની આયાત કરશે
ભારતને સાઉદી અરેબિયા અને ઇરાક જેવા દેશો કરતાં રશિયન તેલ સસ્તું મળ્યું. આનાથી દેશના આયાત બિલમાં ઘટાડો થયો. રશિયા પાસેથી ક્રૂડ તેલ આયાત કરીને ભારતને $25 બિલિયન સુધીની આર્થિક બચત મળી. CREA અને અન્ય સૂત્રો અનુસાર, ભારત 2022-2025 ની વચ્ચે રશિયન તેલની આયાત કરશે.
આ પણ વાંચો:Global South Country: સંબંધોને મજબૂત બનાવવા આજથી વડાપ્રધાન મોદી દાયકાઓ બાદ આ દેશોમાં જશે












