ટ્રેન્ડિંગમનોરંજન

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોમ કરશે અમેરિકન સિંગર Katy Perry, રૂ. 424 કરોડના વિલામાં થશે પ્રોગ્રામ

  • આ અગાઉ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં જામનગરમાં રિહાના, એકોન જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સે પરફોર્મ કરીને ફંકશનની રોનક વધારી હતી

31 મે, મુંબઈઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રથમ ધમાકેદાર પ્રી-વેડિંગ બાદ હવે બીજું પ્રી-વેડિંગ ફંક્શન પણ ભવ્ય બન્યું છે. 29મી મેથી ઈટાલીમાં સમારંભો શરૂ થયા છે અને તે 1લી જૂન સુધી ચાલશે. આ એક ક્રુઝ પાર્ટી છે જે 4 દિવસ સુધી ઈટાલીથી ફ્રાન્સ સુધી ચાલશે. આ ફંક્શનમાં હોલીવુડ અને બોલિવૂડ સહિત અનેક મોટી હસ્તીઓ હાજરી આપી રહી છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે અંબાણી પરિવારે તેમના દિકરા-વહૂના ફંક્શનને વધુ ખાસ બનાવવા માટે ઈન્ટરનેશનલ સિંગર કેટી પેરીનો સંપર્ક કર્યો છે.

કેટી પેરી કરશે પર્ફોમ

આ અગાઉ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં જામનગરમાં રિહાના, એકોન જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સે પરફોર્મ કરીને ફંકશનની રોનક વધારી હતી. હવે આ વખતે ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો ઈટાલીમાં ચાલી રહેલા અન્ય કાર્યક્રમોમાં પર્ફોમ કરવાના છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન સિંગર કેટી પેરી અનંત-રાધિકાના ક્રૂઝ પ્રી-વેડિંગના ત્રીજા દિવસે પર્ફોમન્સ આપશે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોમ કરશે અમેરિકન સિંગર Katy Perry, રૂ. 424 કરોડના વિલામાં થશે પ્રોગ્રામ hum dekhenge news

આજે કાન્સમાં થશે પાર્ટી

અમેરિકન સિંગર કેટી પેરી આજે (31 મે)ના રોજ કાન્સમાં યોજાનારી ક્રૂઝ પાર્ટી માટે રવાના થઈ ગઈ છે. આ ક્રૂઝ આજે દક્ષિણ ફ્રાંસ એટલે કે કાન્સ પહોંચશે. આજે અંબાણી પરિવારની પાર્ટીનો ત્રીજો દિવસ છે. શુક્રવારે સાંજે અંબાણી પરિવારની LA Vite E Viaggio (લાઈફ ઈઝ અ જર્ની)માં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટી પેરી પરફોર્મ કરશે. આ માટે સિંગરને ફી તરીકે લાખો રૂપિયા આપવામાં આવ્યા છે.

424 કરોડ રૂપિયાનો વિલા બુક

અંબાણી પરિવારે આ કાર્યક્રમ માટે કાન્સમાં 40 મિલિયન બ્રિટિશ પાઉન્ડ એટલે કે અંદાજે 423 કરોડ રૂપિયાનો વિલા બુક કરાવ્યો છે. આ પાર્ટી માટે, 800 મહેમાનો ક્રુઝમાંથી ઉતરશે અને વિલામાં પહોંચશે, જેમાં એક મોટા ફાયરવર્ક શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેટી પેરી પણ પર્ફોર્મ કરશે. આ પાર્ટી લગભગ 5 કલાક સુધી ચાલશે.

બેકસ્ટ્રીટ બોયઝ આપી ચૂક્યા છે પર્ફોર્મન્સ

અગાઉ, આંતરરાષ્ટ્રીય મ્યુઝિક બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝે પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોર્મ કર્યું હતું. હાલમાં અંબાણી પરિવારનું આ બીજું ગ્રાન્ડ સેલિબ્રેશન છે. અનંત-રાધિકાના લગ્ન થવાના બાકી છે. આ કપલના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે.

આ પણ વાંચોઃ રિહાન્ના બાદ હવે શકીરા અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગમાં મચાવશે ધૂમ : જાણો કેટલો ચાર્જ લેશે 

Back to top button