Ambedkar Jayanti 2025: બાબા સાહેબને દર વર્ષે 14 એપ્રિલે કેમ યાદ કરવામાં આવે છે? ખાસ છે આજના દિવસનું મહત્ત્વ

ambedkar jayanti 2025: દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. 1891માં આ દિવસે બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. તેઓ ન ફક્ત મહાન સમાજ સુધારક અને કાયદના જાણકાર હતા. પણ તેમણે દેશને એક એવું સંવિધાન આપ્યું જે આજે પણ લોકતંત્રનો મજબૂત પાયો બનેલો છે.
કોણ હતા બાબા સાહેબ આંબેડકર
ડો. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્ય પ્રદેશના મહુમાં એક મહાર પરિવારમાં થયો હતો. બાળપણથી તેમને આભડછેટ, ભેદભાવ અને સામાજિક અન્યાયને સહન કર્યો. તેમ છતાં તેમણે હાર માની નહીં અને ભણતરને હથિયાર બનાવ્યું, તેણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરી દુનિયાના અમુક આંગળીના વેઢે ગણી શકાય તેવા શિક્ષિત લોકોમાં ગણતરી થઈ.
દેશ માટે બાબા સાહેબે શું કર્યું?
ડો. આંબેડકરને ભારતના સંવિધાન નિર્માતા કહેવાય છે. તેમણે દેશ માટે એક એવું સંવિધાન તૈયાર કર્યું જેમાં તમામને સમાન અધિકાર, ન્યાય અને સ્વતંત્રતા મળે, પછી તે કોઈ પણ જ્ઞાતિ, જાતિ અને ધર્મના લોકો હોય. તેણે મહિલાઓને અધિકારો, દલિતોને શિક્ષણ અને સામાજિક સમાનતા માટે કેટલાય કામો કર્યા. તેમણે કહ્યું હતું કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પિએગા વો દહાડેગા. આ તેમના વિચારોની તાકાત દેખાય છે.
આંબેડકર જયંતી કેમ મનાવવામાં આવે છે
14 એપ્રિલના રોજ તેમનો જન્મ દિવસ છે. એટલા માટે આજના દિવસે આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ ફક્ત એક દિવસ નથી, પણ સમાનતા અને સામાજિક ન્યાયના વિચોરને યાદ કરવાનો દિવસ છે. આ દિવસે દેશભરમાં સરકારી અને ખાનગી સંસ્થામાં કાર્યક્રમો આયોજીત થાય છે. રેલીઓ અને જાહેર સભાઓ થાય છે. નેતા અને સામાન્ય લોકો તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરે છે. કેટલીય જગ્યાએ રાષ્ટ્રીય સમરસતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
આજના સમયમાં ડો. આંબેડકર કેમ જરુરી છે?
આજે પણ આપણા સમાજમાં જાતિ, ગરીબી અને અસમાનતા જેવી સમસ્યાઓ ફેલાયેલી છે. ડો. આંબેડકરનું સપનું હતું કે એક એવું જ્યાં દરેક વ્યક્તિને સન્માન, અવસર અને ન્યાયમાં બરાબરી મળે. તેમને જાણ્યું કે, લોકતંત્રનો મતલબ ખાલી મત આપવો નથી, પણ દરેક માણસને સમાન અધિકાર આપવાનો છે. પછી તે અમીર હોય કે ગરીબ, મહિલા હોય કે દલિત, તેમના વિચારો આજે પણ એટલા જ જરુરી છે, જેટલા આઝાદીના સમયે જરુરી હતા.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના ઝળૂંબતા ટેરિફની વચ્ચે વિદેશી જ્વેલરી ગ્રાહકો સીધા વેપાર માટે સુરત તરફ વળ્યા












