ગુજરાતટ્રેન્ડિંગધર્મ

માતાજીના દર્શનનો સમય બદલાયોઃ અષાઢ સુદ બીજથી અંબાજી મંદિરનું નવું ટાઈમટેબલ

Ambaji Darshan Schedule: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા માઈભક્તો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઋતુ અનુસાર અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને આવતીકાલથી મંદિરની આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અષાઢ સુદ બીજ, રથયાત્રાના દિવસથી નવો સમય અમલમાં આવશે

ટ્રસ્ટના મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર યાત્રાળુઓની વધતી સંખ્યા અને ઋતુ પરિવર્તનને જોતાં નવું ટાઈમટેબલ આગામી ગુરુવાર, 16 જુલાઈ 2026 એટલે કે અષાઢ સુદ બીજના પાવન અવસરથી અમલમાં મૂકવામાં આવશે. ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે દેવસ્થાન ટ્રસ્ટે અગાઉથી જ નવી યાદી જાહેર કરી દીધી છે.

દર્શન અને આરતીનું નવું ટાઈમટેબલ:

નવી વ્યવસ્થા મુજબ ભક્તો હવે નીચે આપેલા સમય અનુસાર દર્શન કરી શકશે:
  • સવારની આરતી: 07:00 થી 08:00 વાગ્યા સુધી
  • સવારના દર્શન: 08:00 થી 11:30 વાગ્યા સુધી
  • મંદિર મંગળ (બંધ): 11:30 થી 12:00 વાગ્યા સુધી
  • રાજભોગનો સમય: 12:00 થી 12:30 વાગ્યા સુધી
  • બપોરના દર્શન: 12:30 થી 04:30 વાગ્યા સુધી
  • સાંજની આરતી: 07:00 થી 07:30 વાગ્યા સુધી
  • રાત્રિ દર્શન: 07:30 થી રાત્રે 09:00 વાગ્યા સુધી

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અંબાજી આવતા પહેલાં આ નવી સમયપત્રકની ખાસ નોંધ લે અને તે મુજબ જ પોતાના દર્શનનું આયોજન કરે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ‘અશાંતધારો’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’ તરીકે ઓળખાશે, મિલકત ખરીદ-વેચાણના નિયમોમાં મોટા ફેરફાર
Back to top button