ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ
એમેઝોનમાં છટણીની તૈયારી, 30,000 કર્મચારીઓ પર નોકરીનું સંકટ

નવી દિલ્હી, 28 ઓક્ટોબર, 2025: દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન પોતાના ખર્ચાઓને ઓછા કરવા માટે પરી એક વખતમોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. સૂત્રોના અનુસાર કંપની 30,000 કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરી શકે છે. છટણીની આ પ્રક્રિયા આદથી શરૂ થઇ શકે છે.
આ છટણીનો આંક એમેઝોનના આશરે 3,50,000 કોર્પોરેટ કર્મચારીઓના 10% જેટલું છે. કંપનીએ કોવિડ-19 મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોને નોકરી પર રાખ્યા હતા અને હવે માંગમાં ઘટાડો થવાને કારણે ખર્ચ ઘટાડવાનું વિચારી રહી છે. અગાઉ, કંપનીએ 2022ના અંત સુધીમાં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.
કંપનીના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એમેઝોનમાં કુલ 1.55 મિલિયન કર્મચારીઓ છે, તેથી આ છટણી કુલ કાર્યબળનો એક નાનો ભાગ છે.
આ પણ વાંચોઃ મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર, આ છ રાશિઓને થશે સારો એવો લાભ












