‘અભિવ્યક્તિની આઝાદી સેનાને બદનામ કરવું નથી…’ અલ્હાબાદ હાઈકોર્ટની રાહુલ ગાંધીને ફટકાર

ઉત્તર પ્રદેશ, 4 જૂન, 2025: Allahabad High Court Slams Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકો સામે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને બુધવારે (4 જૂન) અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે 2022ની ભારત જોડો યાત્રા દરમિયાન સેનાની સામે કથિત અપમાનજનક ટિપ્પણીના સંબંધમાં લખનૌની એક અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલા સમન સામે રાહુલ ગાંધીની દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
ભારતીય સેનાનું અપમાન અભિવ્યક્તિની આઝાદી નથી
કોર્ટે કહ્યું કે, ‘તેમાં કોઈ શંકા નથી કે, બંધારણના અનુચ્છેદ 19(1)(એ) ભાષા અને અભિવ્યક્તિની આઝાદી આપે છે. પરંતુ, આ સ્વતંત્રતા યોગ્ય પ્રતિબંધોને આધીન છે અને તેમાં ભારતીય સેના માટે અપમાનજનક નિવેદન આપવાની સ્વતંત્રતાનો સમાવેશ નથી થતો.’
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
નોંધનીય છે કે, રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કારણ કે, તેમણે કહ્યું હતું કે, ‘ચીની સૈનિક અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોની પિટાઈ કરી રહ્યા છે.’ આ ટિપ્પણી 2022માં રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલટ અને ખબર નહીં કેવા-કેવા વિશે પૂછશે, પરંતુ, તે ચીન દ્વારા 2000 વર્ગ કિ.મી ભારતીય વિસ્તાર પર કબ્જો કરવા, 20 ભારતીય સૈનિકોને મારવા અને અરૂણાચલ પ્રદાશેમાં આફણા સૈનિકોની પિટાઇ કરવા વિશે એકપણ સવાલ નહીં પૂછે. પરંતુ, ભારતીય મીડિયા તેના વિશે એકપણ સવાલ નહીં પૂછે. શું આ હકીકત નથી? દેશ આ બધું જોઈ રહ્યો છે. એવો દેખાડો ન કરો કે, લોકોને આ વિશે જાણ નથી.’
રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ
ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એક ટ્રાયલ કોર્ટે તેમને સમન મોકલ્યું હતું. ત્યારબાદ તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કાર્યવાહી અને સમનને રદ કરવાની માગ કરી હતી.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ વારંવાર ખૂબ જ અપમાનજનક રીતે કહ્યું હતું કે ચીની સેના અરુણાચલ પ્રદેશમાં ‘આપણા સૈનિકોને માર મારી રહી છે’ અને ભારતીય મીડિયા આ સંદર્ભમાં કોઈ પ્રશ્ન પૂછશે નહીં.
રાહુલ ગાંધીની દલીલ
ત્યારબાદ, રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં પોતાની અરજીમાં દલીલ કરી હતી કે, ફરિયાદી ભારતીય સેનાનો અધિકારી નથી અને તેથી તે પીડિત નથી. આ દલીલને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 199 (1) હેઠળ, ગુનાનો સીધો ભોગ બનેલા સિવાયની કોઈપણ વ્યક્તિ જો ગુનાથી પ્રભાવિત હોય તો તેને પણ પીડિત ગણી શકાય.
આ કેસમાં, હાઈકોર્ટે કહ્યું કે, માનહાનિનો કેસ દાખલ કરનાર વ્યક્તિ ગુનાનો ભોગ બને છે કારણ કે તે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનના નિવૃત્ત ડિરેક્ટર છે, જે કર્નલની સમકક્ષ પોસ્ટ છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો મળ્યો, ઠાર મરાયેલા આતંકીઓની કબરોનો ફોટો વાયરલ
આ પણ વાંચોઃ RCBની વિક્ટ્રી પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ, મહિલા સહિત 3થી વધુના મૃત્યુ












