RCBની વિક્ટ્રી પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ, મહિલા સહિત 3થી વધુના મૃત્યુ
કર્ણાટક, 4 જૂન, 2025: Stampede in Bangalore: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની શાનદાર જીતનો જશ્ન બુધવારે (4 જૂન) એક દુઃખદ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો છે. બેંગલુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી RCBની વિક્ટ્રી પરેડ પહેલાં ત્યાં નાસભાગ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, સ્ટેડિયમની બહાર નાસભાગ થવાના કારણે ત્રણથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જેમાંથી એક મહિલા પણ હતી.
3થી વધુ લોકોના મૃત્યુ
હજારો લોકો જ્યારે RCBની 18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતવાનો જશ્ન મનાવવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતાં, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, જશ્ન પહેલાં જ સ્ટેડિયમની બહાર ખૂબ જ ભીડ થઈ ગઈ હતી અને આ ભીડ અચાનક બેકાબૂ બની ગઈ. ત્યારબાદ અચાનક નાસભાગની ઘટના સર્જાઈ અને અનેક લોકો કચડાઈ ગયા તેમજ ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી ઘણાંની સ્થિતિ હાલ ગંભીર જણાવવામાં આવી હી છે.
આયોજકની બેદરકારીથી સર્જાઈ દુર્ઘટના
હાલ, ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે ઉપલબ્ધ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, દુર્ઘટનાનું કારણ આયોજકોની ગેરજવાબદારી સામે આવ્યું છે. આ સિવાય ભીડ નિયંત્રણમાં ચૂકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચોઃ પૂરનો કહેર: અરુણાચલમાં ભારે વરસાદને કારણે પુલ ધરાશાયી, ડ્રોન અને એરડ્રોપ્સથી બચાવ કામગીરી ચાલુ
આ પણ વાંચોઃ ભારતને ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સિસ’નું પ્રમુખપદ મળ્યું












