ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરનારા છોકરા-છોકરીઓને મોટો ઝટકો, આવા કેસમાં પોલીસ પણ મદદ નહીં કરે

લખનઉ, 17 એપ્રિલ 2025: જે લોકો માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને પોતાની મરજીથી લગ્ન કરે છે, તેમની સાથે જોડાયેલી એક ખબર સામે આવી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલામાં મોટો ચૂકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, જે કપલ પોતાના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ પોતાના લગ્ન કરે છે, તેઓ અધિકારના રુપમાં પોલીસ સુરક્ષાનો દાવો ન કરી શકે, જ્યાં સુધી તેમના જીવન અને સ્વતંત્રતાને વાસ્તવિક ખતરો ન હોય.

કોર્ટે આ નિર્ણય કેમ આપ્યો?

હાઇકોર્ટે આ નિર્ણય એક દંપતી દ્વારા રક્ષણ મેળવવાના કેસમાં આપ્યો હતો. કોર્ટે કહ્યું, ‘કોર્ટ યોગ્ય કેસમાં યુગલને રક્ષણ પૂરું પાડી શકે છે, પરંતુ કોઈપણ ખતરો ન હોય તેવા કિસ્સામાં કપલ એકબીજાને ટેકો આપવાનું અને સમાજનો સામનો કરવાનું શીખવું જોઈએ.’

કોર્ટે, તેમની અરજીમાં કરવામાં આવેલી રજૂઆતો પર વિચાર કર્યા પછી, તેમની રિટ અરજીનો નિકાલ કર્યો અને અવલોકન કર્યું કે અરજદારો માટે કોઈ ગંભીર ખતરો નથી. રિટ અરજીનો નિકાલ કરતા કોર્ટે કહ્યું કે, ‘લતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને તેમને પોલીસ સુરક્ષા પૂરી પાડવા માટે કોઈ આદેશ આપવાની જરૂર નથી, જેમાં એવું માનવામાં આવ્યું છે કે કોર્ટનો હેતુ એવા યુવાનોને સુરક્ષા પૂરી પાડવાનો નથી, જેઓ ફક્ત પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કરવા માટે ભાગી ગયા છે.’

કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારોના જીવન અને સ્વતંત્રતા જોખમમાં છે તે નિષ્કર્ષ પર આવવા માટે કોઈ તથ્યો કે કારણો નથી. કોર્ટે કહ્યું, ‘એવા કોઈ પુરાવા નથી કે ખાનગી પ્રતિવાદીઓ (કોઈપણ અરજદારના સંબંધીઓ) અરજદારો પર શારીરિક કે માનસિક હુમલો કરી શકે છે.’ હવે આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: RBIએ અમદાવાદની આ બેન્કનું લાઈસન્સ રદ કરી દીધું, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે?

Back to top button