અમદાવાદઆંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓલ ઇન્ડિયા બેંક એસોસિયેશનની આજે હડતાળઃ ગુજરાતમાં બેંકિંગ સેવાઓને થશે મોટી અસર?

અમદાવાદ, 9 જુલાઈ 2025: ઓલ ઇન્ડિયા બેંક એસોસિયેશન (AIBEA)ના આહ્વાન પર આજે દેશભરના લગભગ 4 લાખથી વધુ બેંક કર્મચારીઓ એક દિવસની રાષ્ટ્રીય હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ હેઠળ ગુજરાતના અંદાજે 20,000 કર્મચારીઓ પણ સામેલ થયા છે. હડતાળના પગલે રાજ્યમાં અંદાજે ₹15,000 કરોડના બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ ઉપર સીધી અસર પડશે.

હડતાળ પાછળના મુખ્ય મુદ્દાઓ:
જાહેર ક્ષેત્રની બેંકોમાં લાંબા સમયથી નવી ભરતી ન થતી હોવાનો વિરોધ

બેંક ગ્રાહકો પર લાગતા વધારાના ચાર્જ અને ફી દૂર કરવાની માંગ

બેંકોના ખાનગીકરણ વિરુદ્ધ આંદોલન

લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ પોલિસીમાંથી GST દૂર કરવાની માંગ

બેંકોમાં 2 લાખ કર્મચારીઓ અને 1 લાખ પટાવાળાની ભરતીની માંગણી

ગ્રાહકોને પડશે મુશ્કેલી
હડતાળના કારણે દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોમાં આજે વિવિધ સેવાઓ પર અસર જોવા મળશે

ચેક ક્લિયરિંગ, રોકડ જમા અને ઉપાડ જેવી સેવાઓ અસ્તવ્યસ્ત થશે.

કેટલીક જગ્યાએ ATM સેવા ચાલુ રહી હોવા છતાં કેશ ભરવા માટે કર્મચારીઓ ન હોવાથી ખોટ અનુભવાશે.

કર્મચારીઓનું નિવેદન:
AIBEAના નેતાઓએ જણાવ્યું હતું કે:
“સરકાર અને મેનેજમેન્ટ દ્વારા અમારી પડતર માંગણીઓ પર ધ્યાન ન આપતા અમારે હડતાળનો રસ્તો અપનાવવો પડ્યો છે. અમારી હડતાળ લોકોના હિત માટે છે, નક્કર નીતિ અને સુરક્ષા વગર જો બેંકોનું ખાનગીકરણ થશે તો તે જનસામાન્ય માટે ખતરનાક સાબિત થશે.”

હડતાળની અસર:
દેશભરમાં લાખો ટ્રાન્ઝેક્શન્સ અટવાશે

ગુજરાતમાં અંદાજે ₹15,000 કરોડના લેવડદેવડને અસર

વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય લોકો હાલાકીમાં

જો હડતાળ પછી પણ માંગણીઓનો ઉકેલ ન આવે તો AIBEAના પ્રમુખોએ આગાહી કરી છે કે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા ડૉક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બદનામી કરવાના ષડયંત્રનો પર્દાફાશ

Back to top button