ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં દારૂબંધી પણ 50 ટકા દર્દીઓના રોગનું મુખ્ય કારણ જ મદિરાપાન

  • અત્યાર સુધીમાં 2 હજારથી વધુ દર્દી સારવાર લઈ ચૂક્યાં
  • આલ્કોહોલિક્સ એનોનીમસમાં જોડાવા જાગૃત કરવા માટે અપીલ
  • લીવર, હૃદય અને માનસિક જેવી બીમારીઓએ 50 ટકાથી વધુ દર્દીઓનું સ્વસ્થ્ય બગાડયું

દારુ સહિતના વ્યવસના સમાજમાં ખુબજ ગંભીર પરિણામ આવી રહ્યાં છે. રાજ્યની જ વાત કરીએ તો અહીં દારુબંધી હોવા છતાં હોસ્પિટલમાં પહોંચતા 50 ટકાથી વધારે દર્દીઓમાં દારુ એક મુખ્ય કારણ તરીકે બહાર આવે છે અર્થાત અકસ્માત, લીવર, હૃદય અને માનસિક જેવી બીમારીઓએ 50 ટકાથી વધુ દર્દીઓનું સ્વસ્થ્ય બગાડયું છે. ત્યારે સુરત નવી સિવિલ સંલગ્ન સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત હોલમાં આજે સવારે સાડા નવથી બપોરે બાર વાગ્યા સુધી સુરત આઈએમએ, ઇન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટી દક્ષિણ ગુજરાત અને આલ્કોહોલિક્સ એનોનીમસના સહયોગથી વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્ત તરીકે મુંબઈના મનોચિકિત્સક ડો. આશિષ દેશપાંડે અને પોલીસ કમિશનર અજયકુમાર તોમર હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો: મહાઠગ કિરણ સામે વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ

અત્યાર સુધીમાં 2 હજારથી વધુ દર્દી સારવાર લઈ ચૂક્યાં

ડીન ડો. ઋતુંભરા મહેતાએ જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કકલ્યાણ મંત્રાલય ભારત સરકારના ડાયરેક્ટર જનરલ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, બિનચેપી રોગોમાં 63 ટકા મૃત્યુદરમાં હૃદયરોગ 27 ટકા, શ્વસનતંત્રના રોગ 11 ટકા, કેન્સર 9 ટકા અને ડાયાબિટીસ 3 ટકા છે. આ બધા રોગોમાં મુખ્ય જોખમી પરિબળ દારુનું વ્યસન છે. આ ઉપરાંત કસરતનો અભાવ, સમતોલ આહારનો અભાવ અને તમાકુનું વ્યસન પણ જોખમી પરિબળ છે. સિવિલના માનસિક રોગ વિભાગમાં 2017થી વ્યસનમુક્તિ કેન્દ્ર કાર્યરત છે. જેમાં દરરોજ 20થી વધુ દર્દી નશામુક્તિ માટે આવે છે અને જરૂર જણાય તેવા કેસમાં દાખલ કરી સારવાર અપાય છે. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ દર્દી સારવાર લઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો: સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં હવે ફરજીયાત વૃક્ષારોપણ માટે નિર્ણય: મંત્રી મુકેશ પટેલ

આલ્કોહોલિક્સ એનોનીમસમાં જોડાવા જાગૃત કરવા માટે અપીલ

દર સોમવાર અને શુક્રવારે માનસિક રોગ વિભાગમાં આલ્કોહોલિક્સ એનોનીમસના સભ્યો દ્વારા ગૃપ મિટિંગ ચાલે છે. ડો. આશિષ દેશપાંડેએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થતા 80 ટકા દર્દીઓમાં દારુ સંબંધિત કારણ જવાબદાર હોય છે. આવા દર્દીઓની સારવાર પાછળ થતો ખર્ચ શિક્ષા અને દેશના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. અકસ્માતના 40 ટકા કેસમાં દારુ કારણભૂત હોય છે. અગાઉ 19થી 22 વર્ષની વયે દારુ કે અન્ય વ્યસન લાગતું હતું. જે વય મર્યાદા આજે 12થી 14 વર્ષની થઈ છે. જે ખુબજ ચિંતાજનક બાબત છે. વ્યસનમુક્તિને લઈ તબીબો માટે પણ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તબીબોને તેમની પાસે આવનાર દર્દીને દારુ સંબંધિત કારણો જવાબદાર જણાય તો તેને આલ્કોહોલિક્સ એનોનીમસમાં જોડાવા જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવશે.

Back to top button