
અમદાવાદ, 14 જૂન, 2025: risk to planes at Ahmedabad airport 12 જૂન-2025નો દિવસ અમદાવાદ, ગુજરાત અને રાષ્ટ્ર કદી નહીં ભૂલી શકે. એ દિવસે બપોરે લગભગ 1.30 વાગ્યે દુર્ઘટના થઈ તેની થોડી ક્ષણમાં જ અનેક લોકોએ બર્ડહીટની થીયરી વહેતી કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આવી વિમાન દુર્ઘટનામાં, જ્યાં ટેકઑફ અથવા લેન્ડિંગ દરમિયાન વિમાનમથકની નજીક જ ઘટના બને ત્યારે બર્ડહીટની સંભાવના જ સૌથી પહેલાં વ્યક્ત કરવામાં આવતી હોય છે.
Air India plane crash અમદાવાદ વિમાનમથકે આવી શક્યતા સૌથી વધારે રહે છે કેમ કે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક જ ફિશ માર્કેટ આવેલું છે જેને કારણે પક્ષીઓ ત્યાં સતત મંડરાતા રહેતા હોય છે. અનેક વખત અનેક લોકોએ આ અંગે રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી ફિશ માર્કેટ વિમાનમથકથી દૂર કરી શકાયું નથી.
હજુ ગયા મહિને જ આ જ વિમાનમથકે ઊભેલા એક વિમાનમાં પક્ષી ઘૂસી ગયું હતું જેને કારણે ફ્લાઈટ વિલંબમાં પડી હતી અને મુસાફરો હેરાન થયા હતા. (વાંચો એ સમાચાર અહીં – અમદાવાદ એરપોર્ટ પર પક્ષી એન્જિનમાં ઘૂસી ગયું, કલાકો સુધી મુસાફરો હેરાન થયા )

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 2023માં સંસદમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે છેલ્લા પાંચ વર્ષમાં બર્ડહીટના 462 બનાવ બન્યા હતા. આ અહેવાલ ડિસેમ્બર 2023માં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એવા અહેવાલ પણ પ્રકાશિત થયા હતા કે એ પછી પણ બર્ડહીટની ઘટનાઓમાં 35 ટકાનો વધારો થયો હતો. એક અખબારી અહેવાલ અનુસાર 2022-2023માં આ વિમાનમથકે બર્ડહીટના 38 કેસ નોંધાયા હતા અર્થાત પ્રતિમાસ ત્રણ કરતાં વધુ કેસ બર્ડહીટના બન્યા હતા.
અહેવાલો અનુસાર વિમાનમથક નજીકના અસારવા વિસ્તારમાં ખૂબ મોટું મચ્છી માર્કેટ બનેલું છે અને તેને કારણે એ સમગ્ર વિસ્તારમાં કાયમ ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓનાં ટોળાં જોવા મળે છે. મોટાભાગનાં પક્ષીએ એરપોર્ટની આસપાસ જ ચકરાવા લેતા હોય છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ ફિશ માર્કેટ વિમાનોના ઉડ્ડયન માટે જોખમી હોવા છતાં તેને રાજકીય રંગ આપી દેવામાં આવ્યો છે જેને કારણે ફિશ માર્કેટ અન્યત્ર ખસેડવામાં પણ સમસ્યાઓ આવી રહી છે.
આ પણ વાંચોઃ ગામડેથી આવીને વિમાન જોઈ આશ્ચર્ય, વિડીયો શરૂ કર્યો ત્યાં જ પ્લેન પડ્યું
આ પણ વાંચોઃ રાજકોટમાં મોટી વિમાન દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં થઈ લેન્ડ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












