ગામડેથી આવીને વિમાન જોઈ આશ્ચર્ય, વિડીયો શરૂ કર્યો ત્યાં જ પ્લેન પડ્યું

અચાનક નીચે નમતું ગયું ને પછી સીધી આગ દેખાઈ
અમદાવાદ, 14 જૂન 2025: Ahmedabad Plane crash video અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થતાં વિદેશી નાગરિકો સહિતના લોકોએ જીવ ગુમાવ્યો. આ પ્લેન ઉપરથી નીચે ખાબક્યું તેનો વિડીયો અનાયાસે બની ગયો અને વાયરલ પણ થયો. પરંતું તે વિડીયો કેમ બન્યો એ કારણ જાણવું પણ રસપ્રદ છે.
પ્લેનના આકર્ષણ વચ્ચે દુર્ઘટના રેકોર્ડ થઈ
અમદાવાદ એરપોર્ટ ઉપરથી પ્લેન ટેક ઓફ થયાની અમુક મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું અને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. જોકે આ પ્લેન કેવી રીતે નીચે ધસી પડ્યું તેનો વિડીયો સામે આવ્યો ત્યારે કોઈને પણ કલ્પના નહીં હોય કે આટલી ક્ષણોમાં આ રેકોર્ડીંગ કેમ શક્ય બન્યું. આ પ્રશ્નનો જવાબ આર્યન કે જેણે વિડીયો ઉતાર્યો હતો તેણે આપ્યો અને તેના આકર્ષણ અને ઉત્સુકતા વચ્ચે આ દુર્ઘટના રેકોર્ડ થઈ ગઈ.
ઘણા વિમાનો જોઈને વિડીયો બનાવવાનો શરૂ કર્યો
ગુરુવારે આર્યન પોતાના ગામડેથી અમદાવાદ આવ્યો હતો. તેના ઘર પાસે એરપોર્ટ જોઈને તેને નવાઈ લાગી. અહીંથી સતત વિમાન ઉડતા જોઈને તેને આકર્ષણ થયું અને વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન Boing Dreamliner 787 એરપોર્ટ પરથી ઉડ્યું ત્યારથી તેણે વિડીયો બનાવવાનો શરૂ કર્યો. જોતજોતામાં આ પ્લેન નીચે આવી ગયું અને ઇમારત ઉપર પડીને ક્રેશ થયું. આગની જ્વાળાઓ અને ધુમાડા ઉડવા લાગ્યા અને આ બધું રેકોર્ડ થઈ ગયું.
પ્લેન નીચે જવા લાગ્યું તો સવાલ થયો
આર્યને કહ્યું કે, તે વિડીયો ઉતારી રહ્યો છે તો તેને ખબર નહોતી કે પ્લેન ક્રેશ થઈ જશે અને 274 લોકોનો જીવ જશે. જ્યારે પ્લેન નીચે જવા લાગ્યું ત્યારે તેના મનમાં પણ સવાલ ઊભો થયો. પરંતુ તે કઇં સમજે તેના પહેલા પ્લેન આગનો ગોળો બની ચૂક્યું હતું.
ગામડાના મિત્રોને પ્લેન બતાવવા વિડીયો ઉતાર્યા
આર્યને મધ્યમોને કહ્યું કે, ગામડાના મિત્રોને વિમાન બતાવવા માટે તેણે વિડીયો ઉતરવાના શરૂ કર્યા હતા. પરંતુ ખબર નહોતી કે વિમાન પડી જશે.
આ પણ વાંચો: રાજકોટમાં મોટી વિમાન દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં થઈ લેન્ડ












