અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડ

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી એન્જિનમાં ઘૂસી ગયું, કલાકો સુધી મુસાફરો હેરાન થયા

અમદાવાદ, 6 મે, 2025: incident of birdhit at Ahmedabad airport અમદાવાદ એરપોર્ટ ઉપર વધુ એક બર્ડહીટની ઘટનાની જાણકારી મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સોમવારે સાંજે અમદાવાદથી દુબઈ જવા માટે ઊભેલા વિમાનમાં એક પક્ષી બીજા એન્જિનમાં ઘૂસી ગયું હતું જેને કારણે ફ્લાઈટ સમયસર ઉપડી શકી નહોતી. વિમાનમાં સવાર મુસાફરોએ આપેલી માહિતી અનુસાર બર્ડહીટને કારણે એન્જિનને જે નુકસાન થયું હતું તે નુકસાનને ઇજનેરો ઠીક કરી શક્યા નહીં પરિણામે સેંકડો મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા હતા.

વિશ્વાસપાત્ર સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ફ્લાઇટમાં બોર્ડિંગ કર્યા પછી ટેકનિકલ ખામી ધ્યાનમાં આવતા મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે દોઢ કલાકમાં ફ્લાઇટ ઉડાન ભરવા માટે સલામત હશે. ફ્લાઈટનો ઉડાનનો અંદાજિત સમય સાંજે 6:30 વાગ્યે  હતો. જોકે એ દરમિયાન 7:30 વાગ્યે લોકોને ખબર પડી કે દુબઈમાં તો ત્યાં પહોંચનારી ફ્લાઇટ પહેલેથી જ રદ થયેલી તરીકે દર્શાવવામાં આવી રહી છે.

મુસાફરોએ આ અંગે ઊહાપોહ કર્યો હતો અને મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂાત કરી હતી જેને પગેલ આખરે રાત્રે 8 વાગ્યે તેમણે ફ્લાઇટ રદ થયેલી જાહેર કરી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોમાં બને છે તેમ 90% લોકોને દુબઈ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ પકડવાની હતી, પરંતુ એ બધા જ ચૂકી ગયા હતા. મુસાફરો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, મેનેજમેન્ટનું વર્તન એવું હતું કે તેમણે મુસાફરોને, ખાસ કરીને બાળકો તથા વરિષ્ઠ નાગરિકોને, એક બોટલ પાણી પણ આપવાની તસદી લીધી નહીં. મળતી માહિતી મુજબ ફ્લાઇટને રાત્રે 10 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી.

એ સર્વવિદીત છે કે, અમદાવાદ એરપોર્ટ ઉપર બર્ડહીટની ઘટનાઓ અવારનવાર બને છે. જાણકારી મુજબ, એરપોર્ટની નજીક જ ફીશ માર્કેટ હોવાને કારણે એ વિસ્તારમાં પક્ષીઓ મંડરાતા રહે છે. આ બાબતની તંત્રને જાણ હોવા છતાં સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમદાવાદ એરપોર્ટના આંકડા અનુસાર, 2019-20માં બર્ડહીટની કુલ 73 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2020-21માં 41, 2021-22માં 29, અને 2022-23માં 38 ઘટનાઓ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ હિન્દુઓને પૂજા કરતા રોકવા માટે કટ્ટરપંથીઓએ કર્યું મહાપાપ, 200 વર્ષ જૂના વડના વૃક્ષને કાપ્યું

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button