ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો: ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી

Ahmedabad Weather: અમદાવાદ શહેરમાં મે મહિનાની અંગ દઝાડતી ગરમી વચ્ચે આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા કુતૂહલ સર્જાયું છે. શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે હીટવેવની આગાહી વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા હતા. એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, પાલડી અને વાસણા સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, જોકે બફારા વચ્ચે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.

શહેરમાં 39 વિસ્તારો ‘હોટ સ્પોટ’ જાહેર

વધતા જતા તાપમાનને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. શહેરના 6 વોર્ડમાં કુલ 39 વિસ્તારોને હોટ સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હેલ્થ ઓફિસર ડો. તેજસ શાહે નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરી છે.

આવતીકાલથી ગરમીમાં મળશે રાહત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાવાને કારણે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પવનની ગતિ અને દિશામાં ફેરફાર થવાથી લોકોને આગામી દિવસોમાં હીટવેવમાંથી મુક્તિ મળી શકે છે.

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાનો કહેર

એક તરફ ગુજરાતમાં ગરમી છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારે પવન અને વરસાદે તબાહી મચાવી છે. બરેલીમાં વાવાઝોડા દરમિયાન એક શખ્સ ટીનના શેડ સાથે હવામાં ઉડતો હોવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. યુપીમાં કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ Cricket: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

આ પણ વાંચોઃ રક્ષક જ લૂંટારો બન્યો : સૈનિકે દિલ્હીમાં બુજુર્ગને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી માંગી ખંડણી, 4ની ધરપકડ  

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button