ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના શાહપુર વિસ્તારમાં મોડી રાતે હ્યુન્ડાઈ ક્રેટા કારે બાઈકને ટક્કર મારી, બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Accident: શહેરના શાહપુર વિસ્તારમાં મોડી રાતે એક ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે બેફામ ઝડપે ગાડી હંકારતાં બાઈક સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત શાહપુર દરવાજા બહારના વિસ્તારમાં બન્યો હતો.

મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને ઇજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે, કાર ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત થયા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી ગાડીમાં તોડફોડ કરી હતી. જોકે તોડફોડ મામલે કે અકસ્માત મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટનાથી આખા વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે કારચાલકની ઓળખ અને અટકાયત માટે કાર્યવાહી ચાલુ છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતના કારણો અને વધુ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. આવા અકસ્માતોને રોકવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ઝડપનું નિયંત્રણ રાખે, નશામાં ડ્રાઇવિંગ ન કરે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે.

આ પણ વાંચો: ભાજપની ઓફિસમાં 28 વર્ષ સુધી ચા-પાણી પીરસનારા કાર્યકર્તાને ટિકિટ આપી, પાર્ટીએ કદર કરી

Back to top button