અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદીઓ એલર્ટ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આ બ્રિજ 23 દિવસ માટે બંધ

અમદાવાદ, 5 જુલાઈ, 2025: અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તે સમયે, કેડિલેક બ્રિજ પર થાંભલા અને સેગમેન્ટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સંદર્ભે, કેડિલેક બ્રિજ પરનો BRTS રોડ 10 જુલાઈથી 5 સપ્ટેમ્બર સુધી રાત્રે વાહનોની અવરજવર માટે બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે આસપાસના રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ કામ પહેલા થવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર, આ કામ હવે શરૂ કરવામાં આવશે.

બૂલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગેનું જાહેરનામુ પણ પોલીસે બહાર પાડ્યું છે.

શાહીબાગ, અસારવા અને અમદાવાદના કોટ વિસ્તારને જોડતા મહત્વના માર્ગ પર આવેલો ગિરધર નગર ઓવરબ્રિજ આગામી 18 જૂલાઈથી 10 ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. જ્યારે શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. આમ બંને વૈકલ્પિક માર્ગોનો વાહન વ્યવહાર બળિયા લીમડી ચારરસ્તા પર આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે.

કાલુપુર રેલવેસ્ટેશનના નવનિર્માણના કામમાં સ્ટેશનની સામેના ભાગે એલિવેટેડ રોડના નિર્માણ માટે વિવિધ કામગીરી સબબ આગામી 31 ઓગસ્ટ સુધી સ્ટેશન સામેના રોડ પર પીલ્લર 24થી પીલ્લર 27 વચ્ચેનો 40 મીટરનો રોડ બંધ કરાયો છે. તાજેતરમાં રથયાત્રા દરમિયાન કામગીરી બંધ કરીને રસ્તો ખોલી આપવામાં આવ્યો હોવાથી હવે આ કામની મુદ્દત એક મહિનો વધારી દેવાઈ હોવાથી 40 મીટરની લંબાઈનો રોડ આગામી 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

Back to top button