અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ પોલીસ પણ સતર્ક, પોલીસ મથકના ઇન્ચાર્જને હેડક્વાર્ટર ન છોડવા સૂચના

અમદાવાદ 10 નવેમ્બર 2025:  દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બ્લાસ્ટમાં બારથી વધુ લોકોના મોત થયાં છે. અચાનક થયેલા આ બ્લાસ્ટ બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગાંધીનગરમાંથી પકડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ

દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ શરૂ કરશે. ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે. પોલીસ મથકના ઈન્ચાર્જને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ ગંભીર બનાવ ના બને તે માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં આતંકવાદીઓ પકડાયા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે.

ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ શરુ

અમદાવાદના ભદ્રકાળી મંદિર પાસે ભારે ભીડ રહેતી હોવાના કારણે પોલીસ દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમમાં નાકાબંધી કરવામાં આવી છે રાજ્યના પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા માટે કડક આદેશ પણ આપવામાં આવ્યા છે.

આતંકવાદીઓએ અમદાવાદમાં પણ રેકી કરી હતી

બે દિવસ પહેલા જ ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ અમદાવાદમાં ભીડ ભાડ વાળી જગ્યાએ રેકી કરી હતી. રાઈઝીન ઝેરનો ઉપયોગ કર્યાં કરવાના હતાં તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ ISIS મોડ્યુલના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: દિલ્હી વિસ્ફોટો અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Back to top button