અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: ટ્રાફિક પોલીસે વાહન ચાલકોના કાંડા પર રક્ષા પોટલી બાંધી ડ્રાયફુટ ખવડાવતા લોકો આશ્ચર્ય પામ્યા

27 એપ્રિલ 2025 અમદાવાદ: સાયન્સ સીટી રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખુબજ પ્રેરણાદાયી, અકલ્પનીય અને અદ્દભુત કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. વિશાળ મંડપમાં એક્સીડન્ટ થઈ ગયેલી કાર, રીક્ષા, ટુવ્હીલર્સ જેવા વાહનો ડીસ્પ્લે કર્યા છે. હવે તો સમજો નહીં તો ઈવેન્ટની ખાસીયત એ છે કે એક્સીડન્ટ થઈ ગયેલા વાહનો, ડર લાગે તેવા બીહામણા ફોટોના બેનર્સ અને વિવિધ પ્રકારની સ્ટેન્ડી પ્રદર્શનમાં મુકી છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમનનું પાલન કરવાની પ્રેરણા આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ નાગરીકોને દર્શાવવામાં આવી રહી છે.

નાગરિકોના પ્રયાસથી દુર્ઘટના અટકાવવાનો પ્રયાસ
આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન એન ચૌધરીએ HD ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોલીસ અને નાગરીકોના સંયુક્ત પ્રયાસથી જ માર્ગ દુર્ઘટનાઓ બનતી અટકાવવા પ્રયાસ કરાયો છે. હવે તો સમજો નહીં તો ઈવેન્ટ ખુબ જ પ્રેરણાદાયી બની રહેેશે. નાગરીકો પણ ઈવેન્ટ નીહાળ્યા બાદ ટ્રાફિક નિયમનનું પાલન કરવા, સ્વયંશિસ્ત અને સંયમ માટે સંકલ્પબદ્ધ બની રહ્યા છે.

ટ્રાફિક પોલીસનું વર્તન જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા
આજે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સહુને અચરજમાં મુકી દીધા છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરનાર ટુવ્હીલર ચાલકોને પકડ્યા તો ખરા, પણ લોકો આશ્ચર્યમાં ત્યારે મુકાઈ ગયા જ્યારે પોલીસે દંડ વસુલવાને બદલે હેલ્મેટ ન પહેરનારના કપાળ પર કુમકુમ તિલક કર્યું, હાથમાં રક્ષા પોટલી બાંધી અને ડ્રાયફુટ ખવડાવ્યું. જ્યારે કોઈ પોલીસ તમને હેલ્મેટ વગર કે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હોય અને તમને પકડે ત્યારે દંડ વસુલ કરવાને બદલે તમને ડ્રાયફુટ ખવડાવે, કપાળમાં કુમકુમ તિલક કરે, હાથમાં રક્ષા પોટલી બાંધી ખુબ સરળતા અને નમ્રતાથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહે તો તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાવતો નવાઈ નહીં

ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, એક્સીડન્ટ વાહનોએ પ્રભાવિત કર્યા
હવે તો સમજો નહીં તો રામ બોલો ભાઈ રામ ઈવેન્ટ ખુબજ આકર્ષણનું કેન્દ્ર બની છે. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, એક્સીડન્ટ થયેલા વાહનો, બીહામણા દ્રશ્યોના બેનર્સ, જુદાજુદા ગુનાઓ અંગેની સમજણ આપતા વાક્યો લખેલી સ્ટેન્ડી તથા બુકલેટ નાગરીકોને સુરક્ષા, સલામતી, સાવધાની અને સતર્કતાની પ્રેરણારુપ બની રહ્યા છે. સતર્કતા ગ્રુપની ટીમ દ્વારા ક્રિએટેડ શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલામ,સતર્કતા બુક અને સ્ટેન્ડી બહું પ્રભાવિત કરી રહ્યા છે.

Back to top button