અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ ONGCના મહિલા કર્મચારી સાથે 1.36 કરોડની સાઇબર ઠગાઈ: મુંબઈ CBI અધિકારી અને જજના નામે વીડિયો કોલ…

અમદાવાદ 22 જૂન 2025: ONGCના LAQ વિભાગમાં કાર્યરત સિનિયર આસિસ્ટન્ટ સાથે સાઇબર ઠગોએ ચોંકાવનારું કાવતરું રચીને રૂપિયા 1.36 કરોડની ભારે ઠગાઈ આચરી છે. આખા બનાવમાં CBI અને EDના અધિકારીઓ હોવાનો ભ્રમ ઉભો કરીને આરોપીઓએ મોટી રકમ પડાવી હતી. આ ઘટનાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદીને અગાઉથી રચાયેલ પ્લાન અનુસાર મુંબઇ સ્થિત CBI અધિકારીના નામે વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જજ ગોસાઈ સાહેબના નામે પણ વીડિયો કોલ કરીને આરોપીઓએ તેમની ઓળખ સચોટ જણાય તેવી રીતે વાતચીત કરી હતી.

આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે, “તમારા નામે કેનેરા બેંકમાં રૂ. 2 કરોડના બ્લેક મની ટ્રાંઝેક્શન થયાં છે, જેના કારણે તમારા પર કાર્યવાહી થઈ શકે છે.” આવી ધમકી આપી ફરિયાદીને દબાણમાં લઇને અલગ-અલગ ટ્રાંઝેક્શન દ્વારા રૂપિયા 1.36 કરોડ પડાવ્યા હતા.

પોતાની ઓળખ સાબિત કરવા માટે આરોપીઓએ CBI અને EDના સિક્કાવાળા બનાવટી કાગળો વોટ્સએપ મારફતે મોકલ્યા હતા, જેથી ફરિયાદી તેમની વાતમાં આવી ગયા હતા.

હવે અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગે આ સમગ્ર બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા હાઈ ટેક સાધનો, DIP ફેક વાયરલેસ કોલિંગ અને DIP ફેક ડોક્યુમેન્ટશનનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં 251 મૃતદેહના DNA મેચ, કેટલા પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યા?

Back to top button