અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ પ્લેન ક્રેશમાં 251 મૃતદેહના DNA મેચ, કેટલા પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યા?

અમદાવાદ 22 જૂન 2025:  અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્લેન ક્રેશની ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરોના પાર્થિવ દેહોના DNA ટેસ્ટ અને ઓળખ માટે કાર્યવાહી સતત ચાલી રહી છે. forensic science laboratory (FSL) દ્વારા અત્યાર સુધીમાં કુલ 251 મૃતદેહોના DNA નમૂનાઓનું મેચિંગ કરવામાં આવ્યું છે.

FSL દ્વારા મળતી વિગતો મુજબ, અત્યાર સુધીમાં 245 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે અને તે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. બાકીના 6 મૃતદેહોને સંબંધિત પરિવારજનો આવતીકાલ કે નજીકના દિવસોમાં સ્વીકારશે તેવી શકયતા છે.

મળતી વિગત પ્રમાણે, ૨૪૭ મૃતકોમાં ૧૭૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૨ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. ૨૦૯ પાર્થિવ દેહોને સડક માર્ગે તથા ૨૩ પાર્થિવ દેહોને હવાઈ માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ જાહેર થતા જ વિવાદ, કયા નેતાઓ થયા નારાજ?

Back to top button