ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ મૂળના કેતન શાહની મેક્સિકોમાં હત્યા, લૂંટારુંઓએ ફાયરિંગ કરી ચલાવી લૂંટ

છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ અમદાવાદના ગુજરાતીની મેક્સિકોમાં હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની વિગતો સામે આવી છે. મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના કેતન શાહ (ઉં.વ 38)નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. કેતન શાહ 2019થી મેક્સિકો ખાતે રહેતા હતા અને ટોરેન્ટ ફાર્મા નામની કંપનીમાં ફરજ બજાવતા હતા. શનિવારે તેઓ મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10,000 ડોલરની કરન્સી એક્સચેન્જ કરવા ગયા હતા. અને બાદમાં તેઓ તેમના કારમાં પિતાની સાથે પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન મેક્સિકો સિટીના મિગુએલ વિસ્તારમાં બાઇક પર આવેલા 2 શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું અને લૂંટને અંજામઆપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

વાપી હત્યા-humdekhengenews

આ પણ વાંચો : આણંદ : કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર કેતકી વ્યાસે 300 વિઘા કરતાં વધુ જમીન ખરીદી

મેક્સિકોના ભારતીય દૂતાવાસે કર્યું ટ્વીટ

આ હુમલામાં કેતન શાહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. લૂંટની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.આ ઘટના અંગે મેક્સિકોના ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી હતી. હાલ આ મામલામાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો  : રક્ષાબંધનના તહેવારને લઈ એસટી નિગમનું વિશેષ આયોજન, દોડાવાશે વધારાની બસો

Back to top button