ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં કિશોરો વચ્ચે હિંસક ટકરાવ, સગીરને માર મારી રોડ પર દોડાવાયો

Ahmedabad minor assault case: અમદાવાદ શહેરમાં એક જૂની અદાવતના કારણે સગીર અને યુવકો વચ્ચે થયેલી ઝઘડાએ ગંભીર અને શરમજનક સ્વરૂપ ધારણ કર્યું છે. બે મહિના પહેલા થયેલી મારામારીનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં માર મારીને તેના કપડાં ઉતરાવી દેવામાં આવ્યા અને ઇન્કમટેક્સ વિસ્તાર પાસે રોડ પર દોડાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે.

બે મહિના જૂની મારામારીનો ખાર રાખ્યો

મળતી માહિતી મુજબ દુધેશ્વર વિસ્તારમાં બે મહિના પહેલા મોહિત નામના યુવક સાથે કેટલાક સગીર અને અન્ય શખ્સોએ ઝઘડો કર્યો હતો. આ દરમિયાન યુવકને જાહેરમાં કપડાં ઉતરાવીને બેલ્ટ અને દંડાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુવકને માર મારવામાં આવતો દેખાય છે. જોકે તે સમયે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

મારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બદલાની આગમાં ફરી હિંસક ઘટના

આ જૂની અદાવતને લઈને મોહિત અને તેના મિત્રો દ્વારા હવે બદલો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ, મોહિત અને તેના ચાર મિત્રો દ્વારા ઇન્કમટેક્સ વિસ્તાર નજીક પાન પાર્લર પાસે સગીરને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સાથે મારામારી કરી તેના કપડાં ઉતરાવી દેવામાં આવ્યા હતા.

રોડ પર નગ્ન હાલતમાં દોડાવ્યો

હુમલા બાદ સગીર પોતાની જાન બચાવવા માટે નગ્ન હાલતમાં રોડ પર દોડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ તેનો પીછો કરીને તેને વધુ માર માર્યો હતો. આ ઘટનાને જોઈ આસપાસના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને કેટલાક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે બે આરોપીની અટકાયત કરી

ઘટનાની જાણ થતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સગીરના પિતાની ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓને અટકાયતમાં લીધા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો

આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં કિશોર વયના યુવકો વચ્ચે વધી રહેલી હિંસા અને અદાવતને લઈને ગંભીર ચિંતા ઉભી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જૂના વીડિયો અને બદલા સ્વરૂપે થયેલી આ ઘટના પછી લોકોમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: કેરળા GIDCમાં ભયાનક આગ, લોખંડ કંપનીમાં ભભૂકેલી જ્વાળાઓએ આખા વિસ્તારમાં દહેશત ફેલાવી

 

Back to top button