ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : SG હાઈવે પર મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

Ahmedabad Fire : અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આજે બપોરે એસ.જી.હાઈવે પર મકરબામાં આવેલ સોલિટેર બિલ્ડિંગમાં ત્રીજા માળે અચાનક ભિષણ આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ચોથો માળ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. આ ઘટના અંગે જાણ થતા ફાયરફાઈટરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આગમાં ધડાકાભેર કાચ તૂટ્યા

 

આ આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગના બહારના ભાગમાં લગાવેલા કાચ ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેમજ આ આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે.

15-20 લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા

 

આ આગ ક્યા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી મુજબ, આ આગ લાગવાની ઘટના ઘટી તે સમયે બિલ્ડિંગમાં 15-20 લોકો ફસાયા હતા. જો કે, આ તમામને બચાવી લેવાયા હતા. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો :  આગાહી : રાજ્યના આ જીલ્લામાં વરસાદની શક્યતા, 15 જૂનથી વિધિવત શરૂ થશે ચોમાસુ

Back to top button