ગુજરાતટોપ ન્યૂઝ

આગાહી : રાજ્યના આ જીલ્લામાં વરસાદની શક્યતા, 15 જૂનથી વિધિવત શરૂ થશે ચોમાસુ

Forecast : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તન જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. નોંધનિય છે કે, રાજ્યમાં આગામી તા. 15 જૂનના ચોમાસાની વિધિવત શરૂઆત થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

આગામી 7 દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહીં

 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. આ સમયગાળા દરમ્યાન રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે 22 મે 2026ના રોજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 23 મે 2026ના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

15 જૂનથી વિધિવત રીતે ચોમાસું શરૂ

 

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે, રાજ્યમાં 15 જૂનથી વિધિવત રીતે ચોમાસું શરૂ થશે. વિભાગના એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર 21 મેથી 28 મે સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે, જે બાદ 28 મેથી 4 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ સાથે ચોમાસાના આગમનનો અહેસાસ થશે.

 

આ પણ વાંચો : Ahmedabad: મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના બાળ મજૂરી કરતા બાળકો મળી આવ્યા

Back to top button