ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: વિદેશી દારૂ લાવવા માટે બુટલેગરોની જાણો રેલવેના રૂટની મોડ્સ ઓપરેન્ડી

  • બુટલેગરોએ રેલવેના રૂટનો મોટા પ્રમાણમાં ઉપયોગ શરૂ કર્યો
  • ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક
  • રાજસ્થાનથી અસારવાની રૂટને સૌથી વધુ સક્રિય કરવામાં આવ્યો છે

અમદાવાદમાં વિદેશી અને દેશી દારૂની હેરફેર કરવા માટે હવે બુટલેગરોએ રેલવેના રૂટનો મોટા પ્રમાણમાં ઉપયોગ શરૂ કરાયો છે. જેમાં રાજસ્થાનથી અસારવાની રૂટને સૌથી વધુ સક્રિય કરવામાં આવ્યો છે. ઉદેપુરથી ટ્રેન અમદાવાદ આવવા માટે નીકળે તે પહેલા બુટલેગરોના માણસો ટ્રેનના ટોઇલેટમાં તૈયાર કરવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવે છે.

બુટલેગરોના માણસો પોલીસની હાજરીમાં તમામ બોટલો લઇ લેતા

આ ટ્રેન તેના છેલ્લા અસારવાના સ્ટેશન પર પહોચે અને ખાલી થાય ત્યારે બુટલેગરોના માણસો પોલીસની હાજરીમાં તમામ બોટલો ખાસ ખાનામાંથી કાઢી લે છે. દારૂ સપ્લાય માટેની આ મોડ્સ ઓપરેન્ડી રાજસ્થાન અને ગુજરાત રેલવે પોલીસની સિન્ડીકેટથી સક્રિય રહે છે.

રેલવેના કોચના ટોઇલેટમાં બનાવવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવી

ઉદેપુરથી ટ્રેન અમદાવાદ આવવા માટે ચાલુ થાય તે પહેલા રેલવેના કોચના ટોઇલેટમાં બનાવવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવી દેવામાં આવે છે. આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન અમદાવાદનું અસારવા હોય છે. ટ્રેન અસારવા પહોંચે અને ખાલી થઇ જાય ત્યારે અમદાવાદના બુટલેગરોના માણસો અલગ અલગ કોચના ટોઇલેટમાં જઇને ખાના ખોલીને દારૂની બોટલ ત્યાંથી લઇને ખાના ફરીથી લોક કરી દે છે.

બુટલેગરો નાના વાહનોમાં દારૂને અલગ અલગ સ્થળોએ લઇ જાય છે

ત્યારબાદ બુટલેગરો નાના વાહનોમાં દારૂને અલગ અલગ સ્થળોએ લઇ જાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દારૂ સપ્લાયના આ નેટવર્કમાં રાજસ્થાન અને ગુજરાત રેલવે પોલીસ અધિકારીઓના માનીતા ખાસ માણસા દ્વારા સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતો ખુલી છે.

દારૂની હેરફેર અને અન્ય ગેરકાયદેસર ધંધાની સિન્ડીકેટ

અમદાવાદ રેલવે પોલીસે દારૂની હેરફેર અને અન્ય ગેરકાયદેસર ધંધાની સિન્ડીકેટ યોગ્ય રીતે ચાલે તે માટે ખાસ સિસ્ટમ ગોઠવી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓએ તેમની સત્તાનો દુરઉપયોગ કરીને એક અધિકારીને એલસીબી, સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ અને રેલવે પોલીસ જેવા ત્રણેય મહત્વનો હોદ્દો સોંપાયો છે.

આ પણ વાંચો: ગુજરાત: ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી, 1 વર્ષમાં અકસ્માતે મોતનો આંકડો જાણી દંગ રહેશો 

Back to top button