ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી, 1 વર્ષમાં અકસ્માતે મોતનો આંકડો જાણી દંગ રહેશો

  • એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતો ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે
  • 97 જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 90 જણાંને સામાન્ય ઈજાઓ
  • આખા દેશમાં 2024માં આ પ્રકારના મૃતકોનો આંકડો 2884નો છે

વાહન ચાલું હોય ત્યારે મોબાઈલમાં એક સેકન્ડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, 97 જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 90 જણાંને સામાન્ય ઈજાઓ થઈ છે.

એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતો ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે

મોબાઈલના વળગણને કારણે વાહન ચલાવતાં ચલાવતાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતો ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે ચડ્યા છે. આ તો નોંધાયેલા કેસ છે ઉપરાંત ન નોંધાયેલા અસંખ્ય અકસ્માતોમાં મોબાઈલનો ઉપયોગ પણ પ્રમુખ કારણ બહાર આવ્યું છે. આખા દેશમાં 2024માં આ પ્રકારના મૃતકોનો આંકડો 2884નો છે.

બે સેકન્ડમાં 33 મીટરનું અંતર જોયા વિના કાપી નાખે છે

આ અંગે વાત કરતાં મનોચિકિત્સક જણાવે છે કે, જ્યારે એક વ્યક્તિ ચાલુ વાહને મનમાં એવું ધારી લે છે કે ‘લાવ, બે જ સેકન્ડમાં હું વાત કરી લઉં.’ ત્યારે તે બે સેકન્ડમાં 33 મીટરનું અંતર જોયા વિના કાપી નાંખે છે. તે સમયે તેમના વાહનની ગતિ 40 કે 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પણ ભયંકર અકસ્માત નોતરી શકે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

અનેક ચાલકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે

આ ઉપરાંત અત્યારની ફાસ્ટ લાઈફમાં કામના દબાણ હેઠળ પણ આ પ્રકારના એક્સિડન્ટ વધારી રહ્યું છે. બોસ કે ક્લાયન્ટ તરફથી વ્યક્તિને આવતાં ‘કેટલે પહોંચ્યા?’ ના સતત ફોન તેને ચાલુ વાહનો મોબાઈલ ઉપાડવા મજબૂર કરે છે. હેન્ડ્‌સ ફ્રીનો ઉપયોગ કરીને સાવ ઘ્યાન બેરા બનતા અનેક ચાલકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

આ પણ વાંચો: સુરત: હજીરામાં પ્લાન્ટ દુર્ઘટના, ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

Back to top button