ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય, જાણો વિગત

  • નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા
  • મોડી રાત સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

અમદાવાદ: નવરાત્રિમાં ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે એક બે વાગ્યે પણ રસ્તા પર સાંજના આઠ વાગ્યા જેવો ટ્રાફિક જોવા મળે છે. ખાસ કરીને શહેરના છેડે મોટા પાયે કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય રાત્રે સાધન ન મળતા તેમજ મોંઘા ભાડા હોવાથી ગરબાના સ્થળેથી આવજા કરવામાં લોકોને મુશ્કેલી પડે છે.

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જેથી નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 26 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જે 1 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયા અને ગરબાપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે આ વર્ષે નવરાત્રિમાં મંડળી ગરબા સહિતના આયોજનોના કારણે મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપી દેવાઈ છે. ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે રસ્તા પર જાણે વાહનોનું કીડીયારું ઉભરાય છે. મોડી રાતે પણ સાંજનાસાત-આઠ વાગ્યા જેવો ચક્કાજામ સર્જાય છે. જેથી લોકોને કલાકોટ્રાફિકમાં ફસાવાનો વારો આવે છે. આ વર્ષે મોટા ભાગના ગરબાના આયોજનો રિંગરોડ પાસેના પાર્ટી પ્લોટમાં થઈ રહ્યા છે. ત્યારે રાત્રે શહેરી વિસ્તારમાંથી ગરબાના સ્થળ સુધી આવજા માટે પરિવારોને સાધન નહીં મળતા તેઓ પરેશાન થઈ જાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, ટોટલ 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી

Back to top button