
Ahmedabad High Profile Gambling Raid: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સરપ્રાઈઝ દરોડો પાડ્યો છે. ગાંધીનગરથી ત્રાટકેલી SMC ની ટીમે સ્થળ પરથી જુગાર રમી રહેલા 150 જેટલા લોકોને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈટેક જુગારધામ પર દરોડાને પગલે દરિયાપુર સ્થાનિક પોલીસની કામગીરી અને તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
3 માળની ક્લબમાં ચાલતું હતું જુગારધામ
SMCના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે દરિયાપુરના મોટા વાઘજીપુરા વિસ્તારમાં ‘મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ’ નામથી ચાલી રહેલી ક્લબમાં મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે SMC ની 5 થી વધુ ટીમો બનાવીને દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે 3 માળના આ મનપસંદ જીમખાના ક્લબમાં દરેક માળ પર જુગારીઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રોકડ, વાહનો અને મુદ્દામાલ જપ્ત
આ જુગારધામમાં દરેક ટેબલ પર 5 થી 7 લોકો બેસીને જુગાર રમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ક્લબમાં હાઈટેક CCTV કેમેરા સહિતની તમામ સુખ-સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. SMC ની રેડ પડતાં જ જુગારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં રોકડ રકમ, જુગાર માટે વપરાતા કોઈન અને અનેક લક્ઝુરિયસ ગાડીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં તમામ આરોપીઓ સામે આગળની કાયદાકીય પ્રોસિજર ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: એક્સિસ સિક્યુરિટીના નામે સાયબર ઠગાઈ, નરોડાના યુવકે રૂ. 50 લાખ ગુમાવ્યા












