અમદાવાદ: વિશાલા-નારોલને જોડતો બ્રિજ ડેમેજ થતા 7 મહિના માટે બંધ, વાહનોને ડાયવર્ટ કરાશે

- પોલીસ કમિશનર જી.એસ.મલિકે એક જાહેરનામું બહાર પાડયું છે
- 9 ઓગસ્ટ 2025થી 8 ફેબ્રુઆરી 2025 સુધી બ્રિજ બંધ રહેશે
- નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના
અમદાવાદમાં નારોલ જંકશનથી વિશાલાને જોડતા શાસ્ત્રીબ્રિજની એક તરફની બેરિંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રિપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી સાત મહિના માટે આ બ્રિજને બંધ કરવા માટે પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના
ઉલ્લેખનીય છે કે નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના આપવામાં આવી છે. નારોલ અને વિશાલા સર્કલને જોડતા શાસ્ત્રીબ્રીજ પરથી પ્રતિદિન હજારો વાહન પસાર થાય છે. આ બ્રિજની નારોલથી વિશાલા સર્કલ જતા બ્રિજની બાજુની કેટલીક બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થયાનો રિપોર્ટ હાઇવે ઓથોરીટી દ્વારા આપવામાં આવ્યો છે.
9 ઓગસ્ટ 2025થી 8 ફેબ્રુઆરી 2025 સુધી નારોલથી વિશાલા સર્કલનો જોડતો બ્રિજ બંધ
જેથી આ બ્રિજનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાનું હોવાથી બ્રિજને ભારે વાહન અને પેસેન્જર વાહનો માટે બંધ કરાશે. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં 9 ઓગસ્ટ 2025થી 8 ફેબ્રુઆરી 2025 સુધી નારોલથી વિશાલા સર્કલનો જોડતો બ્રિજ બંધ રહેશે. જેથી નારોલ તરફથી આવતા વાહનો પીરાણા સર્કલથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રિજથી અંજલી સર્કલથી આવી શકશે.












