અમદાવાદ: નોટબંધીના 9 વર્ષે પણ જૂની ચલણી નોટ વટાવવાનો પ્રયાસ, રૂ.1.90 કરોડની રોકડ જપ્ત

અમદાવાદ, 2 મે, 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોટબંધી કરી રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટ બંધ કરી દીધી હતી. તેમ છતાં 9 વર્ષે પણ આ જૂની રદ્દ થયેલી ચલણી નોટ વટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદના સાણંદ-બાવળા રોડ પરથી સાણંદ પોલીસે મહેસાણા અને ગાંધીનગરમાં રહેતા બે જમીન દલાલોને રૂ.1.90 કરોડની રોકડ સાથે ઝડપી લીધા છે. પ્રતિબંધિત કરવામાં આવેલો જથ્થો કોઇ વ્યક્તિને સપ્લાય કરવાનો હતો.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, સાણંદ પોલીસને બુધવારે સાંજે ચોક્કસ બાતમી મળી હતી કે GJ 02 EA 7340 નંબરની કારમાં મહેસાણા અને ગાંધીનગરના બે શખ્સો રદ્દ કરવામાં આવેલી રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ના દરની ચલણી નોટનો મોટો જથ્થો લઇને સાણંદ તરફ આવી રહ્યા છે. જેના આધારે પીઆઇ એચ જી રાઠોડ અને તેમના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન એક શંકાસ્પદ કારને ઝડપીને તપાસ કરતા તેમાંથી થેલામાં ભરવામાં આવેલી ડીમોનીટાઇઝ્ડ થયેલી રૂપિયા ૫૦૦ના દરની ૨૯૭૫૬ અને રૂપિયા એક હજારના દરની ૪૧૫૪ જેટલી ચલણી નોટો મળી આવી હતી. જે અંગે પોલીસે કાર લઇ જતા ભરત રબારી (આંબલીયાસર, મહેસાણા) અને અમરત રબારી અત્રે સોસાયટી, કરાઇ, ગાંધીનગર)ની પુછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
આ પણ વાંચો :- પ્રવાસીઓની એન્ટ્રી બંધ, મદરેસા ખાલી, હોટેલ અને ગેસ્ટ હાઉસમાં સેના… PoKમાં ઈમરજન્સી જેવી સ્થિતિ!












