ગુજરાત

કમોસમી વરસાદથી ડુંગળીના પાકને ભારે ફટકો: ગુજરાતમાં અછત સર્જાતાં ભાવ રૂ. 65 સુધી પહોંચવાની શક્યતા

Ahmedabad APMC Onion Price Hike: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે કમોસમી વરસાદના કારણે ડુંગળીનો મોટાપ્રમાણમાં પાક પલળી જતાં ગુજરાતમાં ડુંગળીની ગંભીર અછત ઊભી થઈ છે. મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંથી પૂરતો જથ્થો બજારમાં ન પહોંચવાને કારણે છેલ્લા એક અઠવાડિયામાં હોલસેલ ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 10 થી રૂ. 15 નો વધારો થયો છે. હાલ બજારમાં ડુંગળી રૂ. 40 થી રૂ. 50 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જેના કારણે સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આગામી 3 મહિના સુધી નવો પાક બજારમાં ન આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ રૂ. 60 થી રૂ. 65 સુધી પહોંચે તેવી શંકા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કમોસમી વરસાદથી 50 ટકા સ્ટોકને વ્યાપક નુકસાન

ડુંગળીના વેપારીના જણાવ્યા મુજબ, માર્ચ અને એપ્રિલ દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાક અને તેના સંગ્રહને ભારે નુકસાન પહોંચ્યું છે. ખરાબ ક્વોલિટીના કારણે 25 ટકા સ્ટોક ખેતરોમાં જ છોડી દેવો પડ્યો હતો, જ્યારે અન્ય 25 ટકા માલ બગડી જવાની ભીતિથી તુરંત જ વેચી દેવો પડ્યો હતો. હાલ સ્થિતિ એ છે કે માત્ર 50 ટકા વિસ્તારમાંથી જ સપ્લાય આવી રહી છે. અમદાવાદના APMC માર્કેટમાં વેપારીઓ જ્યારે 2 ગાડી મંગાવે છે ત્યારે માંડ 1 ગાડી જેટલો જથ્થો ઉપલબ્ધ થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દેશભરમાં સપ્લાય ખોરવાતાં ભાવ વધારાની ગંભીર સ્થિતિ

અન્ય વેપારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર દેશમાં મુખ્યત્વે નાસિક અને મધ્યપ્રદેશથી જ ડુંગળીનો મોટાપાયે સપ્લાય કરવામાં આવે છે. પરંતુ વરસાદી માહોલના કારણે ગોડાઉનોમાં સંગ્રહિત માલ પણ પલળી જતાં દેશવ્યાપી અછત ઊભી થઈ છે. માત્ર 15 દિવસ પહેલા જે ડુંગળી રૂ. 15 થી રૂ. 30 પ્રતિ કિલોના ભાવે મળતી હતી તે વધીને અત્યારે રૂ. 50 સુધી પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ રૂ. 20 થી રૂ. 25 નો વધારો થઈ શકે છે. નવી ફસલ બજારમાં આવવામાં હજુ 3 મહિનાનો સમય બાકી હોવાથી આગામી દિવસોમાં ડુંગળીના ભાવ ઊંચા રહેવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો:

Back to top button