અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

અમદાવાદ: ABVP દ્વારા “Heritage Walk Through My Lens” નામે એક અનોખા કાર્યક્રમનું આયોજન

18 એપ્રિલ 2025 અમદાવાદ: વિશ્વ વારસો દિન (18 એપ્રિલ) નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા “Heritage Walk Through My Lens” નામે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને આપણા ઐતિહાસિક વારસાની નજીક લાવવાનો હતો. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતપોતાના કેમેરા અને દ્રષ્ટિકોણ દ્વારા વારસાની મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી
ABVP કાર્યકર્તા ધ્રુમિલ અખાણીએ HD ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ હેરિટેજ વૉક દરમિયાન વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધા બાદ તેના આર્કિટેક્ચર, ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી મેળવી હતી. વિધાર્થી પરિષદ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને સાચા અર્થમાં વારસાની અનુભૂતિ થઇ શકે. ફોટોગ્રાફી અને વાર્તાઓના માધ્યમથી વિદ્યાર્થીઓએ વારસાની પોતાની નજરથી વ્યક્ત કરવાનું આયોજન થયું છે.

આ કાર્યક્રમ યુવાઓમાં વારસાની જાગૃતિ અને તેના સંરક્ષણ માટે પ્રેરણા પૂરું પાડે તેવો ઉદ્દેશ રાખી યોજાયો હતો. અંતે વિદ્યાર્થીઓના લીધેલા ફોટોગ્રાફ્સની એક નાની પ્રદર્શની અને ચર્ચા કાર્યક્રમનું કેન્દ્રબિંદુ રહી હતી.

Back to top button