
- રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ
- ગુજરાતના મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે
- હાલ કૃષિમંત્રીની તબિયત સ્થિર છે
કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે. જેમાં જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રીએ ‘ગાવ ચલો’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું
રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ
રાજકોટની હોસ્પિટલમાં રાઘવજી પટેલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તેમજ કૃષિમંત્રીની તબિયત હાલ સ્થિર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન
ગુજરાતના મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. તેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની જામનગરમાં કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ગુજરાતના મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે.
જાણો બ્રેઈન સ્ટ્રોક વિશે
અચાનક સંવેદન શૂન્ય થઈ જવું. ફેસ, હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જવી. માંસપેશીઓમાં વિકૃતિ, કંઇપણ બોલવામાં કે સમજવામાં મુશ્કેલી થવી, એક કે બંને આંખમાં તકલીફ થવી, ચાલવામાં મુશ્કેલી પડવી, ચક્કર આવવા, સંતુલન ના કરી શકવું. અચાનક માથામાં અસહ્ય દુખાવો થવો, ફેસ ડ્રૂપિંગ એટલે કે ચહેરાનો એક ભાગ સુન્ન કે વાંકો થઈ જવો કે લટકી પડવો.












